Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ દેશઘાતી, અઘાતી, પુણ્યધર્મા, પાપ ધર્મા, પરાવર્તમાના અને અપરાવર્તમાના છે. પછી એ બાબતનો વિચાર કરવામાં આવ્યો છે કે આ પ્રવૃતિઓમાંથી કઈ કઈ પ્રકૃતિઓ ક્ષેત્રવિપાકી, જીવવિપાકી, ભવવિપાકી અને પુદ્ગલવિપાકી છે. ત્યાર બાદ ગ્રન્થકારે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ (રસબંધ) અને પ્રદેશબંધ આ ચાર પ્રકારના બંધોનું સ્વરૂપ જણાવ્યું છે. તેમનો સામાન્ય પરિચય તો પ્રથમ કર્મગ્રન્થમાં આપી દેવામાં આવ્યો છે, પરંતુ વિશેષ વિવેચનને માટે પ્રસ્તુત ગ્રન્થ લખાયો છે. પ્રકૃતિબંધનું વર્ણન કરતાં આચાર્યો મૂલ પ્રકૃતિઓ અને ઉત્તરપ્રવૃતિઓ સાથે સંબંધિત ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય બંધો ઉપર પ્રકાશ ફેંક્યો છે. સ્થિતિબંધનું વિવેચન કરતાં આચાર્યે જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું અને આ પ્રકારની સ્થિતિનો બંધ કરનાર પ્રાણીઓનું વર્ણન કર્યું છે. અનુભાગબંધના વર્ણનમાં શુભાશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અથવા મન્દ રસ પડવાનાં કારણો, ઉત્કૃષ્ટ તથા જઘન્ય અનુભાગબંધના સ્વામી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશબંધના વર્ણનમાં વર્ગણાઓનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે અને છેવટે ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. નવ્ય કર્મગ્રન્થોની વ્યાખ્યાઓ
આચાર્ય દેવેન્દ્રસૂરિએ પોતાના પાંચ કર્મગ્રન્થો ઉપર સ્વોપજ્ઞ ટીકા લખી હતી પરંતુ કોઈ કારણે ત્રીજા કર્મગ્રન્થની ટીકા નાશ પામી ગઈ. તેની પૂર્તિ કરવા માટે ઉત્તરકાલીન કોઈ આચાર્યે અવચૂરિરૂપ નવી ટીકા લખી છે. ગુણરત્નસૂરિ અને મુનિશેખરસૂરિએ પાંચે કર્મગ્રન્થો ઉપર અવસૂરિઓ લખી છે. તે ઉપરાંત કમલસંયમ ઉપાધ્યાય વગેરેએ પણ આ કર્મગ્રન્થો ઉપર નાની ટીકાઓ લખી છે. હિન્દી અને ગુજરાતીમાં પણ આ કર્મગ્રંથો ઉપર પર્યાપ્ત વિવેચન લખાયાં છે.' ૧. (અ) હિન્દી વિવેચન (સપ્રતિકાસહિત) – આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગરા (આ) ગુજરાતી વિવેચન (સપ્રતિકાસહિત) –
(ક) જૈન શ્રેયસ્કર મંડલ, મહેસાણા (ખ) પ્રથમ ત્રણ – હેમચંદ્રાચાર્ય ગ્રન્થમાલા, અમદાવાદ (ગ) શતક (પંચમ) – મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા () ટબાર્થસહિત (છ) – જૈન વિદ્યાશાળા, અમદાવાદ (ડ) યંત્રપૂર્વક કર્માદિવિચાર – જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org