Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
૧૩૧
બંધની યોગ્યતા શું છે ? આ રીતે આ ગ્રંથમાં આચાર્ય માર્ગણા અને ગુણસ્થાન બંનેની દૃષ્ટિએ કર્મબંધનો વિચાર કર્યો છે. જગતના પ્રાણીઓમાં જે ભિન્નતાઓ અર્થાત વિવિધતાઓ જણાય છે તેમને જૈન કર્મશાસ્ત્રીઓએ ચૌદ વિભાગોમાં વિભાજિત કરી છે. આ ચૌદ વિભાગોના ૬૨ ઉપભેદો છે. વૈવિધ્યના આ વર્ગીકરણને “માર્ગણા' કહેવામાં આવે છે. ગુણસ્થાનોનો આધાર કર્મપટલનો તરતમભાવ તેમ જ પ્રાણીની પ્રવૃત્તિ-નિવૃત્તિ છે, જ્યારે માર્ગણાઓનો આધાર પ્રાણીની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભિન્નતાઓ છે. માર્ગણાઓ જીવના વિકાસની સૂચક નથી પરંતુ તેના સ્વાભાવિક-વૈભાવિક રૂપોના પૃથક્કરણની સૂચક છે, જ્યારે ગુણસ્થાનોમાં જીવના વિકાસની ક્રમિક અવસ્થાઓનો વિચાર કરવામાં આવે છે. આમ માર્ગણાઓનો આધાર પ્રાણીઓની વિવિધતાઓનું સાધારણ વર્ગીકરણ છે, જ્યારે ગુણસ્થાનોનો આધાર જીવોનો આધ્યાત્મિક વિકાસક્રમ છે. પ્રસ્તુત કર્મગ્રન્થની ગાથાસંખ્યા ૨૪ છે.
ષડશીતિ – પ્રસ્તુત કર્મગ્રન્થને- “ષડશીતિ' નામ આપવાનું કારણ એ છે કે તેમાં ૮૬ ગાથાઓ છે. એનું બીજું એક નામ “સૂક્ષ્માર્થવિચાર' પણ છે અને તે નામનું કારણ એ છે કે ગ્રન્થકારે ગ્રન્થના અંતે “સુમન્જવિયા” (“સૂર્યવિવાર) શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ગ્રન્થમાં મુખ્યપણે ત્રણ વિષયોની ચર્ચા છે : જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાન. જીવસ્થાનમાં ગુણસ્થાન, યોગ, ઉપયોગ, વેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા આ આઠ વિષયોનું વર્ણન છે. માર્ગણાસ્થાનમાં જીવસ્થાન, ગુણસ્થાન, યોગ, ઉપયોગ, વેશ્યા અને અલ્પબદુત્વ આ છ વિષયોનું નિરૂપણ છે. ગુણસ્થાનમાં જીવસ્થાન, યોગ, ઉપયોગ, વેશ્યા, બંધહેતુ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા અને અલ્પબદુત્વ આ દસ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંતે ભાવ અને સંખ્યાનું સ્વરૂપ જણાવ્યું છે. જીવસ્થાનના વર્ણન ઉપરથી એ જાણવા મળે છે કે જીવ કઈ કઈ અવસ્થાઓમાં ભ્રમણ કરે છે. માર્ગણાસ્થાનના વર્ણન ઉપરથી આપણને જ્ઞાત થાય છે કે જીવના કર્મકૃત અને સ્વાભાવિક કેટલા ભેદ છે. ગુણસ્થાનના નિરૂપણ દ્વારા આપણને આત્માની ઉત્તરોત્તર ઉન્નતિનો ખ્યાલ આવે છે. જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાનના જ્ઞાન દ્વારા આત્માના સ્વરૂપને તેમ જ કર્મજન્ય રૂપને જાણી શકાય છે.
શતક - શતક નામના પંચમ કર્મગ્રન્થમાં ૧OO ગાથા છે. તેથી તેનું નામ શતક રાખવામાં આવ્યું છે. તેમાં સૌપ્રથમ જણાવવામાં આવ્યું છે કે પ્રથમ કર્મગ્રન્થમાં વર્ણવવામાં આવેલ પ્રકૃતિઓમાંથી કઈ કઈ પ્રકૃતિઓ ધ્રુવબંધિની, અધુવબંધિની, ધ્રુવોદયા, અધ્રુવોદયા, ધ્રુવસત્તાકા, અધુવસત્તાકા, સર્વઘાતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org