Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
૧૨૯ તેમણે આ સટીક પાંચ કર્મગ્રન્થો ઉપરાંત શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ, સિદ્ધપંચાશિકાસૂત્રવૃત્તિ, સુદર્શનાચરિત્ર, વન્દારવૃત્તિ, સિદ્ધદષ્ઠિકા આદિ ગ્રન્થોની પણ રચના કરી છે. તેઓ પ્રાકૃત અને સંસ્કૃતની સાથે સાથે જૈનસિદ્ધાન્ત અને દર્શનશાસ્ત્રના પણ પારંગત વિદ્વાન હતા.'
આચાર્ય દેવેન્દ્રસૂરિએ જે પાંચ કર્મગ્રન્થોની રચના કરી છે તેમનો આધાર શિવશર્મસૂરિ, ચન્દ્રષિમહત્તર વગેરે પ્રાચીન આચાર્યોએ રચેલા કર્મગ્રન્થો છે. દેવેન્દ્રસૂરિએ પોતાના કર્મગ્રન્થોમાં પ્રાચીન કર્મગ્રન્થોનો કેવળ ભાવાર્થ કે સાર જ નથી આપ્યો પરંતુ નામ, વિષય, વર્ણનક્રમ વગેરે વાતો પણ તે જ રૂપમાં રાખી છે. ક્યાંક ક્યાંક નવીન વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન છ કર્મગ્રન્થોમાંથી પાંચ કર્મગ્રન્થોને આધારે આચાર્ય દેવેન્દ્રસૂરિએ જે પાંચ કર્મગ્રન્થોની રચના કરી છે તેમને નવ્ય કર્મગ્રન્થ કહેવામાં આવે છે. આ કર્મગ્રન્થોનાં નામ પણ તે જ છે : કર્મવિપાક, કર્યસ્તવ, બન્ધસ્વામિત્વ, ષડશીતિ અને શતક. આ પાંચે કર્મગ્રન્થ ક્રમશઃ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ કર્મગ્રન્થના નામથી પણ પ્રસિદ્ધ છે. ઉપર્યુક્ત પાંચ નામોમાંથી પણ પ્રથમ ત્રણ નામ વિષયને દૃષ્ટિમાં રાખી રાખવામાં આવ્યાં છે, જયારે અન્તિમ બે નામ ગાથાની સંખ્યાને દૃષ્ટિમાં રાખી રાખવામાં આવ્યાં છે. આ કર્મગ્રન્થોની ભાષા પણ પ્રાચીન કર્મગ્રન્થોની જેમ જ પ્રાકૃત જ છે. જે છંદમાં એમની રચના થઈ છે તેનું નામ છે આર્યા.
કર્મવિપાક – ગ્રન્થકારે પ્રથમ કર્મગ્રન્થ માટે આદિમાં અને અંતમાં “કર્મવિપાક (કમ્મવિવાગ) નામનો પ્રયોગ કર્યો છે. કર્મવિપાકનો વિષય સામાન્યપણે કર્મતત્ત્વ થતો હોવા છતાં તેમાં કર્મ સંબંધી અન્ય બાબતો પર વિશેષ વિચાર કર્યા વિના કર્મના પ્રકૃતિ ધર્મ ઉપર જ પ્રધાનપણે વિચાર કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં, પ્રસ્તુત કર્મગ્રન્થમાં કર્મની બધી જ પ્રકૃતિઓના વિપાક-પરિપાક-ફલનું જ મુખ્યપણે વર્ણન કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ તેનું “કર્મવિપાક નામ સાર્થક છે.
(અ) જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૩૪ (ખ) સ્વોપmટીકા સહિત પંચમ કર્મગ્રન્થ (સપ્તતિકા સટીક સહિત)
() જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સન્ ૧૯૧૯
(આ) જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૪૦ ૧. જુઓ મુનિ ચતુરવિજયસંપાદિત “વીર: “પ્રસ્થા:' પ્રસ્તાવના, પૃ. ૧૬-૨૦ (જૈન
આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org