Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧ ૨૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ એક ટીકાના કર્તા મલધારી હેમચન્દ્ર (વિક્રમની ૧૨મી સદી), બીજી ઉદયપ્રભસૂરિ (સંભવતઃ વિક્રમની ૧૩મી સદી) તથા ત્રીજીના ગુણરત્નસૂરિ (વિક્રમની ૧૫મી સદી) છે.
સપ્તતિકાના કર્તાના વિશે નિશ્ચિતપણે કંઈ પણ કહી શકાય તેમ નથી. સામાન્ય પ્રચલિત માન્યતા અનુસાર ચન્દ્રર્ષિ મહત્તર તેના કર્તા કહેવાય છે. એવી પણ સંભાવના છે કે શિવશર્મસૂરિ જ તેના કર્તા હોય. તેના ઉપર અભયદેવસૂક્િત ભાષ્ય, અજ્ઞાતકર્તૃક ચૂર્ણિ, ચન્દ્રર્ષિ મહત્તકૃત પ્રાકૃત વૃત્તિ, મલયગિરિકૃત ટીકા, મેરૂતુંગસૂરિકૃત ભાષ્યવૃત્તિ, રામદેવકૃત ટિપ્પણ અને ગુણરત્નસૂરિકૃત અવચૂરિ છે.
આ છ કર્મગ્રન્થોમાંથી પ્રથમ પાંચમાં તે જ વિષયોનું પ્રતિપાદન છે જે દેવેન્દ્રસૂરિકૃત પાંચ નવ્ય કર્મગ્રન્થમાં સારરૂપે છે. સપ્તતિકારૂપ છઠ્ઠ કર્મગ્રન્થમાં નીચે જણાવેલા વિષયોનું વિવેચન છે :
બન્ધ, ઉદય, સત્તા અને પ્રકૃતિસ્થાન, જ્ઞાનાવરણીય વગેરે કર્મોની ઉત્તરપ્રકૃતિઓ અને બન્ધ વગેરે સ્થાન, આઠ કર્મોનાં ઉદીરણાસ્થાન, ગુણસ્થાન અને પ્રકૃતિબંધ, ગતિઓ અને પ્રકૃતિઓ, ઉપશમશ્રેણિ, ક્ષપકશ્રેણિ તથા ક્ષપકશ્રેણિઆરોહણનું અંતિમ ફળ. જિનવલ્લભકૃત સાર્ધશતક
અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભગણિએ (વિક્રમની ૧૨મી સદી) કર્મવિષયક આ કૃતિ ૧૫૫ ગાથાઓમાં લખી છે. તેના ઉપર અજ્ઞાતકર્તક ભાષ્ય, મુનિચન્દ્રસૂરિકૃત ચૂર્ણિ (વિ.સં.૧૧૭૦), ચક્રેશ્વરસૂરિકૃત પ્રાકૃત વૃત્તિ, ધનેશ્વરસૂરિકૃત ટીકા (વિ.સં.૧૧૭૧) અને અજ્ઞાતકર્તક વૃત્તિ-ટિપ્પણ છે. દેવેન્દ્રસૂરિકૃત નવ્ય કર્મગ્રન્થ
સ્વોપજ્ઞવૃત્તિયુક્ત પાંચ નવ્ય કર્મગ્રન્થોની રચના કરનાર દેવેન્દ્રસૂરિ જગચ્ચસૂરિના શિષ્ય હતા. દેવેન્દ્રસૂરિનો સ્વર્ગવાસ વિ.સં.૧૩૨૭માં થયો હતો.
૧. ધનેશ્વરસૂરિકૃત ટીકા સહિત – જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સન્ ૧૯૧૫ ૨. (ક) પ્રથમ-દ્વિતીય-ચતુર્થ સ્વોપલ્લવિવરણોપેત તથા તૃતીય અત્યાચાર્ય વિરચિત અવચૂરિસહિત
(અ) જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૬૬-૧૯૬૮ (આ) મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, વિ.સં. ૨૪૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org