Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
૧૧૯
જીવ સાતાવેદનીયને અસાતાવેદનીય રૂપ બનાવી દે છે. સંક્રમની બાબતમાં કેટલાક અપવાદ પણ છે. ઉદાહરણ તરીકે, ત્રણ પ્રકારના દર્શનમોહનીયનો સંક્રમ બંધ વિના પણ થાય છે.દર્શનમોહનીયમાં ચારિત્રમોહનીયનો સંક્રમ થતો નથી અને ચારિત્રમોહનીયમાં દર્શનમોહનીયનો સંક્રમ થતો નથી. આયુષ્યની ચાર પ્રકૃતિઓનો એકબીજામાં સંક્રમ થતો નથી. આઠ મૂળ પ્રકૃતિઓમાં પણ પરસ્પર સંક્રમ થતો નથી. સંક્રમાવલિકા, બંધાવલિકા, ઉદયાવલિકા, ઉર્તનાવલિકા વગેરેમાં પ્રાપ્ત કર્મદલિક સંક્રમણને યોગ્ય હોતા નથી.૧ જે દર્શનમોહનીયનો ઉદય હોય તે દર્શનમોહનીયનુ કશામાં સંક્રમણ થતું નથી. સાસ્વાદની અને મિશ્રષ્ટિ જીવ કોઈ પણ દર્શનમોહનીયનું સંક્રમણ કશામાં કરી શકતો નથી.
ભેદ, વિશેષ લક્ષણ, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમપ્રમાણ, જઘન્ય સ્થિતિસંક્રમપ્રમાણ, સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વપ્રરૂપણા આ છ અધિકારો સાથે સ્થિતિસંક્રમનો વિચાર કરવામાં આવ્યો છે.
ભેદ, સ્પર્ધક, વિશેષ લક્ષણ, ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ, જધન્ય અનુભાગસંક્રમ, સાદિ-અનાદિ અને સ્વામિત્વ આ સાત દૃષ્ટિઓથી અનુભાગસંક્રમનું (રસસંક્રમનું) વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
પ્રદેશસંક્રમના પાંચ દ્વાર છે : સામાન્ય લક્ષણ, ભેદ, સાદ્યાદિ પ્રરૂપણા, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અને જધન્ય પ્રદેશસંક્રમ. પ્રસ્તુત પ્રકરણમાં આ પાંચ દ્વારોનું વિસ્તા૨પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અહીં સુધી સંક્રમપ્રકરણનો અધિકા૨ છે. આ પ્રકરણની કેટલીક ગાથાઓ (ક્રમાંક ૧૦થી ૨૨) કષાયપ્રાભૂતની ગાથાઓ (ક્રમાંક ૨૭થી ૩૯) સાથે મળતી આવે છે.
୪
૨-૪. ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણ – ઉદ્ધૃર્તના અને અપવર્તના એટલે કે વૃદ્ધિ અને હાનિ સ્થિતિ અને રસની જ થાય છે, પ્રકૃતિ અને પ્રદેશની થતી નથી. વિવક્ષિત સ્થિતિ કે રસવાળા કર્મપ્રદેશોની સ્થિતિ કે રસમાં વૃદ્ધિ-હાનિ ક૨વી ઉદ્વર્તના-અપવર્તના કહેવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં કર્મસ્થિતિ અને કર્મરસની ઉદ્ધર્તના અને અપવર્તનાનો વિચાર કરવામાં આવ્યો છે. ઉદ્ધર્તના બે પ્રકારની હોય છે : નિર્વ્યાઘાતી અને વ્યાઘાતી. અપવર્તના પણ નિર્વ્યાઘાત અને વ્યાઘાતના ભેદથી બે પ્રકારની છે.પ
૧. ગાથા ૧-૩
૪. ગાથા ૬૦-૧૧૧
Jain Education International
૨. ગાથા ૨૮-૪૩
૫. ગાથા ૧-૧૦
For Private & Personal Use Only
૩. ગાથા ૪૪-૫૯
www.jainelibrary.org