Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧ ૨૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ तच्छिष्याः स्म भवन्ति जीतविजयाः सौभाग्यभाजो बुधाः,
___ भ्राजन्ते सनया नयादिविजयास्तेषां सताबुधाः । तत्पादाम्बुजभृङ्गपद्मविजयप्राज्ञानुजन्मा बुध
स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥ ४ ॥ इदं हि शास्त्रं श्रुतकेवलिस्फुटाधिगम्यपूर्वोद्धृतभावपावनम् । ममेह धीर्वामनयष्टिवद्ययौ तथापि शक्त्यैव विभोरियद्भुवम् ॥ ५ ॥ प्राक्तनार्थलिखनाद्वितन्वतो नेह कश्चिदधिको मम श्रमः ।
वीतरागवचनानुरागतः पुष्टमेव सुकृतं तथाप्यतः ॥ ६ ॥ ચન્દ્રષિમહત્તરકૃત પંચસંગ્રહ
પંચસંગ્રહ આચાર્ય ચર્ષિ મહત્તરવિરચિત કર્મવાદ વિશેનો એક મહાન ગ્રંથ છે. તેમાં શતક વગેરે પાંચ ગ્રન્થોનો પાંચ દ્વારોમાં સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રંથકારે ગ્રંથમાં યોગોપયોગમાર્ગણા વગેરે પાંચ દ્વારોનાં નામ આપ્યાં છે. તે દ્વારોના આધારભૂત શતક વગેરે પાંચ ગ્રન્થો કયા છે, એનું કોઈ સ્પષ્ટીકરણ ન તો મૂળ ગ્રન્થમાં છે કે ન તો સ્વોપજ્ઞ વૃત્તિમાં છે. આચાર્ય મલયગિરિએ આ ગ્રન્થની પોતાની ટીકામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આમાં ગ્રન્થકારે શતક, સપ્તતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કર્મપ્રકૃતિ આ પાંચ ગ્રંથોનો સમાવેશ કર્યો છે. આ પાંચ ગ્રંથોમાંથી કપાયખાભૂત સિવાયના બાકીના ચાર ગ્રંથોનો આચાર્ય મલયગિરિએ પોતાની ટીકામાં પ્રમાણરૂપે ઉલ્લેખ કર્યો છે. તેથી સિદ્ધ થાય છે કે મલયગિરિના સમયમાં કષાયપ્રાભૂતને છોડી બાકીના ચાર ગ્રન્થ અવશ્ય વિદ્યમાન હતા. આ ચાર ગ્રંથોમાંથી સત્કર્મ આજે મળતો નથી. બાકીના
૧. (અ) સ્વોપજ્ઞવૃત્તિ સહિત – આગમોદયસમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૭
(આ) મલયગિરિકૃત વૃત્તિ સહિત – હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯૦૯ (ઈ) મૂલ – જૈન આત્માનંદ સભા, ભાવનગર, સન્ ૧૯૧૯ (ઈ) સ્વોપજ્ઞ અને મલયગિરિકૃત વૃત્તિ સહિત – મુક્તાબાઈ જ્ઞાનમંદિર, ખૂબચંદ પાનાચંદ,
- ડભોઈ (ગુજરાત), સન્ ૧૯૩૭-૩૮ (ઉ) મલયગિરિત વૃત્તિના હીરાલાલ દેવચંદકૃત ગુજરાતી અનુવાદ સહિત – જૈન સોસાયટી,
૧૫, અમદાવાદ, પ્રથમ ખંડ, સન્ ૧૯૩૫, દ્વિતીય ખંડ, સન્ ૧૯૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org