Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
આચારાંગના તથા બાકીના અંગો અને પૂર્વેના એકદેશના ધારક થયા. તે પછી તે આચારાંગ પણ યશોભદ્ર, યશોબાહુ અને લોહાચાર્યની પરંપરાથી ૧૧૮ વર્ષ સુધી ચાલી વ્યચ્છિન્ન થઈ ગયું. આ બધા કાલનો કુલ સરવાળો ૬૮૩ વર્ષ થાય છે. ૧
લોહાચાર્યનો સ્વર્ગવાસ થતાં આચારાંગરૂપી સૂર્ય અસ્ત થઈ ગયો. આમ ભરતક્ષેત્રમાં બાર સૂર્યોનો અસ્ત થઈ જતાં બાકીના આચાર્યો બધા અંગ-પૂર્વોના એકદેશભૂત પેજ્જદોસ, મહાકમ્મપયડિપાહુડ આદિના ધારક બન્યા. આ રીતે પ્રમાણીભૂત મહર્ષિરૂપી પ્રણાલીથી ચાલ્યો આવતો મહાકમ્મપડિરૂપી અમૃતજલપ્રવાહ ધરસેન ભટ્ટારકને પ્રાપ્ત થયો. તેમણે ગિરિનગરની ચન્દ્રગુફામાં ભૂતબિલ અને પુષ્પદન્તને સંપૂર્ણ મહાકમ્મપયડિપાહુડ આપ્યો. પરિણામે ભૂતબલિ ભટ્ટારકે શ્રુતરૂપી નદીપ્રવાહના વ્યુચ્છેદના ભયે ભવ્યજનો ઉપર અનુગ્રહ કરવા માટે મહાકમ્મપડિપાહુડનો ઉપસંહાર કરી છ ખંડ રચ્યા અર્થાત્ ષટ્ખંડાગમનું નિર્માણ કર્યું.
८०
શકકાલ
ઉપર્યુક્ત ૬૮૩ વર્ષમાંથી ૭૭ વર્ષ ૭ માસ બાદ કરતાં ૬૦૫ વર્ષ ૫ માસ રહે છે. આ વીર જિનેન્દ્રના નિર્વાણકાલથી શકકાલનો પ્રારંભ થવા સુધીનો કાલ છે. આ કાલમાં શક નરેન્દ્રનો કાલ ઉમેરવાથી વર્ધમાન જિનના મુક્ત થવાનો કાલ પ્રાપ્ત થાય છે.
3
કેટલાક આચાર્ય વી૨ જિનેન્દ્રના નિર્વાણકાલથી ૧૪,૭૯૩ વર્ષ પૂરાં થતાં શક નરેન્દ્રની ઉત્પત્તિ માને છે.૪
કેટલાક આચાર્ય એવા પણ છે જે વર્ધમાન જિનના નિર્વાણકાલથી ૭૯૯૫ વર્ષ ૫ માસ વીત્યા પછી શક નરેન્દ્રની ઉત્પત્તિ માને છે.પ
આ ત્રણ માન્યતાઓમાંથી એક યથાર્થ હોવી જોઈએ. ત્રણે યથાર્થ હોઈ શકે નહિ કારણ કે તેમનામાં પરસ્પર વિરોધ છે.
—
સકલાદેશ અને વિકલાદેશ – સકલાદેશ પ્રમાણને અધીન છે, જ્યારે વિકલાદેશ નયને અધીન છે. ‘સ્થાવસ્તિ’ વગેરે વાક્યોનું નામ સકલાદેશ છે કારણ કે તે વાક્યો પ્રમાણનિમિત્તક હોવાને કારણે ‘સ્યાત્’ શબ્દ દ્વારા સમસ્ત અપ્રધાનભૂત ધર્મોનું સૂચન
૧. એજન, પૃ. ૧૩૦-૧૩૧ (જયધવલામાં પણ આ જ વર્ણન છે. ક્યાંક ક્યાંક નામોમાં થોડું અંતર છે. જુઓ કષાયપાહુડ, ભાગ ૧, પૃ. ૮૪-૮૭)
૨. એજન, પૃ. ૧૩૩
૪. એજન, પૃ. ૧૩૨
૬. એજન, પૃ. ૧૩૩
Jain Education International
3. એજન, પૃ. ૧૩૧-૧૩૨
૫.
એજન, પૃ. ૧૩૨-૧૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org