Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
દિવસ બાકી રહ્યાં ત્યારે પુષ્પોત્તર વિમાનમાંથી અષાઢ સુદ છઠ્ઠના દિવસે બોત્તેર વર્ષની આયુવાળા અને ત્રણ પ્રકારનાં જ્ઞાનના ધારક ભગવાન મહાવીર ગર્ભમાં આવ્યા. મહાવીરનો કુમારકાલ ૩૦ વર્ષનો છે, છદ્મસ્થકાલ ૧૨ વર્ષનો છે અને કેવલિકાલ ૩૦ વર્ષનો છે. આમ તેમની આયુ ૭૨ વર્ષની થાય છે. એને ૭૫ વર્ષમાંથી બાદ કરતાં વર્ધમાન મહાવીરના મુક્ત થયા પછી જેટલો બાકી ચોથો આરો રહે છે તેનું પ્રમાણ મળે છે. એમાં ૬૬ દિવસ ઓછો કેવલિકાલ ઉમેરતાં ચોથા આરાનાં ૩૩ વર્ષ ૬ માસ ૯ દિવસ બાકી રહે છે. કેવલિકાલમાં ૬૬ દિવસ એટલા માટે બાદ કરવામાં આવે છે કે કેવલજ્ઞાન ઉત્પન્ન થવા છતાં ગણધરનો અભાવ હોવાને કારણે તેટલા સમય સુધી તીર્થની ઉત્પત્તિ થઈ ન હતી.'
બીજા કેટલાક આચાર્યો વર્ધમાન જિનેન્દ્રનું આયુષ્ય ૭૧ વર્ષ ૩ માસ ૨૫ દિવસનું માને છે. તેમના મતે ગર્ભસ્થ, કુમાર, છદ્મસ્થ અને કેવલિકાલની પ્રરૂપણા નીચે પ્રમાણે છે.
ભગવાન મહાવીર અષાઢ સુદ છઠ્ઠના દિવસે કુંડલપુર નગરના અધિપતિ નાથવંશી સિદ્ધાર્થ નરેન્દ્રની ત્રિશલાદેવીના ગર્ભમાં આવી ત્યાં ૯ માસ ૮ દિવસ રહી ચૈત્ર સુદ તેરસના દિને ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ગર્ભમાંથી બહાર આવ્યા. તેમણે ૨૮ વર્ષ ૭ માસ ૧૨ દિન શ્રેષ્ઠ માનુષિક સુખ ભોગવીને આભિનિબોધિક જ્ઞાનથી પ્રબુદ્ધ થતાં ષષ્ઠોપવાસ (છઠ્ઠ) સાથે માગશર વદ દસમના દિવસે ઘર છોડ્યું. ત્રિરત્નશુદ્ધ મહાવીર ૧૨ વર્ષ ૫ માસ ૧૫ દિવસ છદ્મસ્થ દશાના ગાળીને ઋજુકૂલા નદીના કિનારે જૂત્મિકા ગામની બહાર શિલાપટ્ટ ઉપર ષષ્ઠોપવાસ સાથે આતાપના લેતા હતા ત્યારે સાંજે પાદપરિમિત છાયા થતાં વૈશાખ સુદ દસમના દિવસે ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ ઘાતિકર્મોનો નાશ કરી કેવળજ્ઞાનને પામ્યા. ત્યાર પછી ૨૯ વર્ષ ૫ માસ ૨૦ દિવસ ચાર પ્રકારના અનગારો અને બાર ગણો સાથે વિહાર કરી છેવટે તે પાયાનગરમાં કારતક વદ ચૌદસના દિવસે સ્વાતિ નક્ષત્રમાં રાતે બાકીનાં કર્મોનો નાશ કરી મુક્ત થયા.
ભગવાન મહાવીરના નિર્વાણદિનથી ૩ વર્ષ ૮ માસ ૧૫ દિવસ વીત્યા પછી શ્રાવણ મહિનાની એકમના દિવસે દુષ્ણમા નામનો આરો શરૂ થયો. આ કાળને
૧. એજન, પૃ. ૧૧૯-૧૨૧ ૨. એજન, પૃ. ૧૨૧-૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org