Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ચૂડામણિ વ્યાખ્યા, ૫. બપ્પદેવગુરુકૃત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિવૃત્તિ, દ. આચાર્ય વીરસેન જિનસેનકૃત જયધવલા ટીકા.
આ છ ટીકાઓમાંથી પ્રથમ અને અંતિમ એટલે કે ચૂર્ણિસૂત્ર અને જયધવલા આ બે ટીકાઓ અત્યારે ઉપલબ્ધ છે. યતિવૃષભકૃત ચૂર્ણિ | ધવલા ટીકામાં કષાયપ્રાભૃત અને ચૂર્ણિસૂત્ર અર્થાત્ કષાયમામૃતાચૂર્ણિનો અહીંતહીં અનેક વાર ઉલ્લેખ થયો છે. તેમાં કહ્યું છે કે વિપુલાચલના શિખર ઉપર વર્તમાન અને ત્રિકાલગોચર છ દ્રવ્યોને પ્રત્યક્ષ જાણનાર વર્ધમાન ભટ્ટારકે ગૌતમ સ્થવિરને માટે પ્રરૂપિત કરેલો અર્થ આચાર્યપરંપરા દ્વારા ગુણધર ભટ્ટારકને પ્રાપ્ત થયો. તેમની પાસેથી તે અર્થ આચાર્યપરંપરા દ્વારા આર્યમંભુ અને નાગહસ્તી ભટ્ટારકોની પાસે આવ્યો. તે બંનેએ ક્રમશઃ યતિવૃષભ ભટ્ટારક માટે તેનું વ્યાખ્યાન કર્યું. યતિવૃષભે શિષ્યો ઉપર ઉપકાર કરવા તે અર્થને ચૂર્ણિસૂત્રમાં નિબદ્ધ કર્યો.'
યતિવૃષભનો સમય વિભિન્ન અનુમાનોના આધારે વિક્રમની છઠ્ઠી સદી મનાય છે. તિલોયપણત્તિ – ત્રિલોકપ્રજ્ઞપ્તિ પણ તેમની કૃતિ છે. ' અર્થાધિકાર – કષાયમામૃતાચૂર્ણિના પ્રારંભમાં લખ્યું છે કે જ્ઞાનપ્રવાદ પૂર્વની દસમી વસ્તુના ત્રીજા પ્રાભૂતનો ઉપક્રમ પાંચ પ્રકારનો છે : આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા અને અર્વાધિકાર. આનુપૂર્વી ત્રણ પ્રકારની છે. નામ છે પ્રકારના છે. પ્રમાણના સાત પ્રકાર છે. વક્તવ્યતાના ત્રણ પ્રકાર છે. અર્થાધિકારના પંદર પ્રકાર છે.
બે નામ – પ્રસ્તુત પ્રાભૂતના બે નામ છે – પેન્જદોસપાહુડ (પ્રયોષપ્રાભૃત) અને કસાયપાહુડ (કષાયપ્રાભૃત). આ બે નામમાંથી પ્રેયોષપ્રાભૃત નામ
૧. પખંડાગમ, પુસ્તક ૧૨, પૃ. ૨૩૧-૨૩૨. ૨. કસાયપાહુડ, ભાગ ૧, પ્રસ્તાવના, પૃ. ૩૮-૬૩; કસાયપાહુડ સુત્ત, પ્રસ્તાવના, પૃ. ૫૭
૫૯ 3. णाणप्पवादस्स पुव्वस्स दसमस्स वत्थुस्स तदियस्स पाहुडस्स पंचविहो उवक्कमो । तं जहा
आणुपुव्वी णाणं पमाणं वत्तव्वदा अत्थाहियारो चेदि । आणुपुव्वी तिविहा । णामं છર્દિ | "માં વિટું | વૈવા તિવિદા | Wદિયા પારવિદો | કસાયપાહુડ સુત્ત, પૃ. ૨-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org