Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કષાયપ્રાભૂતની વ્યાખ્યાઓ
૧૦૧
અભિવ્યાહરણનિષ્પન્ન (અર્થાનુસારી) છે, જ્યારે કષાયપ્રામૃત નામ નયનિષ્પન્ન (નયાનુસારી) છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવપૂર્વક પ્રેયનો નિક્ષેપ કરવો જોઈએ. નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય બધા નિક્ષેપોનો સ્વીકાર કરે છે. ઋજુસૂત્ર નય સ્થાપનાને છોડી બાકીના બધા નિક્ષેપોનો સ્વીકાર કરે છે. નામનિક્ષેપ અને ભાવનિક્ષેપ શબ્દનયના વિષયો છે. દ્વેષનો નિક્ષેપ પણ ચાર પ્રકારનો છે : નામદ્રેષ, સ્થાપનાદ્વેષ, દ્રવ્યદ્વેષ અને ભાવદ્વેષ. કષાયનો નિક્ષેપ આઠ પ્રકારનો છે ઃ નામકષાય, સ્થાપનાકષાય, દ્રવ્યકષાય, પ્રત્યયકષાય, સમુત્પત્તિકષાય, આદેશકષાય, રસકષાય અને ભાવકષાય. પ્રાકૃતનો નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારનો છે. ‘પ્રાકૃત’ની નિરુક્તિ શી છે ? જે પદો વડે ફુડ-સ્ફુટ અર્થાત્ સંપૃક્ત, આભૃત કે ભરપુર હોય તેને પાહુડ – પ્રામૃત કહે છે : પાહુડેત્તિ ના બિરુત્તી ? નહીં પવેત્તિ પુર્વ (s) તમ્કા પાદુડ ।
૧
દ્વેષ અને પ્રેય નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ચારે ગતિઓના જીવ દ્વેષના સ્વામી હોય છે. એ જ રીતે પ્રેયના સ્વામી પણ જાણવા જોઈએ. દ્વેષ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત સુધી હોય છે. આ રીતે પ્રેયનો કાળ જાણવો જોઈએ. આ કથન ઓધની અર્થાત્ સામાન્યની દૃષ્ટિએ છે. આદેશની અર્થાત્ વિશેષની દૃષ્ટિએ નારકીઓમાં પ્રેય અને દ્વેષ જઘન્ય કાળની અપેક્ષાએ એક સમય તથા ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત સુધી હોય છે. આ રીતે બાકીનાં અનુયોગદ્વારો જાણવા
જોઈએ.૩
-
પ્રકૃતિવિભક્તિ – કષાયપ્રાભૂતની ગાથા ‘પયડી મોહખિખ્ખા વિત્તી...' નું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકારે દર્શાવ્યું છે કે પ્રકૃતિવિભક્તિ બે પ્રકારની છે : મૂલપ્રકૃતિવિભક્તિ અને ઉત્તરપ્રકૃતિવિભક્તિ. મૂલપ્રકૃતિવિભક્તિનાં સ્વામિત્વ, કાલ, અન્તર વગેરે આઠ અનુયોગદ્વારો છે. ઉત્તરપ્રકૃતિવિભક્તિના બે ભેદ છે : એકૈકઉત્તરપ્રકૃતિવિભક્તિ અને પ્રકૃતિસ્થાનઉત્તરપ્રકૃતિવિભક્તિ, એકૈકઉત્તરપ્રકૃતિવિભક્તિનાં સ્વામિત્વ વગેરે અગીઆર અનુયોગદ્વારો છે. પ્રકૃતિસ્થાનઉત્તરપ્રકૃતિવિભક્તિનાં સ્વામિત્વ વગેરે તેર અનુયોગદ્વારો છે.૪
સ્થિતિવિભક્તિ – પ્રકૃતિવિભક્તિની જેમ જ સ્થિતિવિભક્તિ પણ બે પ્રકારની છેઃ મૂલપ્રકૃતિસ્થિતિવિભક્તિ અને ઉત્તરપ્રકૃતિસ્થિતિવિભક્તિ. આ બંને પ્રકારોનાં સર્વવિભક્તિ, નોસર્વવિભક્તિ, ઉત્કૃષ્ટવિભક્તિ, અનુત્કૃષ્ટવિભક્તિ આદિ ચોવીસ ચોવીસ અનુયોગદ્વારો છે. ૧. એજન, પૃ. ૧૬-૨૮ ૪. એજન, પૃ. ૪૯-૫૭
૩. એજન, પૃ. ૪૦-૪૧
Jain Education International
૨. એજન, પૃ. ૨૯ ૫. એજન, પૃ. ૮૦-૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org