Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૧૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૧. બન્ધન, ૨. સંક્રમણ, ૩. ઉર્તના, ૪. અપવર્તના, ૫. ઉદીરણા, ૬. ઉપશમના, ૭. નિત્તિ, ૮. નિકાચના. ગાથા આ પ્રમાણે છે :
बंधण संकमणुव्वट्टणा य अवट्टणा उदीरणया ।
उवसामणा निहत्ती निकायणा च त्ति करणाई ॥ २ ॥
૧. બન્ધનકરણ કરણનો અર્થ વીર્યવિશેષ છે એ વાતને ધ્યાનમાં રાખીને ગ્રન્થકારે આગળની ગાથામાં વીર્યનું સ્વરૂપ બતાવ્યું છે. વીર્યાન્તરાય કર્મના દેશક્ષય (ક્ષયોપશમ) કે સર્વક્ષયથી વીર્યલબ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી ઉત્પન્ન થનારું સલેશ્ય (લેશ્યાયુક્ત) પ્રાણીનું વીર્ય (શક્તિ) અભિસંધિજ એટલે કે બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિવાળું કે અનભિસંધિજ એટલે કે અબુદ્ધિપૂર્વક પ્રવૃત્તિવાળું હોય છે. વીર્યની હીનાધિકતાનો વિચાર કરતાં આચાર્યે યોગ(પ્રવૃત્તિ)નું નીચે જણાવેલાં દસ દ્વારો વડે વર્ણન કર્યું છે : ૧. અવિભાગ, ૨. વર્ગણા, ૩. સ્પર્ધક, ૪. અન્તર, ૫. સ્થાન, ૬. અનન્તરોપનિધા, ૭. પરંપરોપનિધા, ૮. વૃદ્ધિ, ૯. સંયમ, ૧૦. જીવાલ્પબહુત્વ.
યોગનું પ્રયોજન દર્શાવતાં ગ્રન્થકાર કહે છે કે યોગથી પ્રાણી શરીર વગેરેને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરીરના રૂપમાં પરિણત કરે છે. આમ યોગથી જીવ ભાષા, શ્વાસોચ્છ્વાસ અને મનોરૂપ પુદ્ગલોનું પણ ગ્રહણ કરે છે અને તેમને તરૂપે પરિણત કરતો તેમનું વિસર્જન કરે છે. પરમાણુવર્ગણા, સંખ્યાતપ્રદેશી વર્ગણા, અસંખ્યાતપ્રદેશી વર્ગણા અને અનન્તપ્રદેશી વર્ગણા એ બધી વર્ગણાઓ (પુદ્ગલપરમાણુઓની શ્રેણીઓ કે દવિશેષ) અગ્રહણીય છે. એમના પછીની અભવ્ય જીવોથી અનન્તગણા અથવા સિદ્ધ
જીવોના અનન્ત ભાગ જેટલા પ્રદેશવાળી પુદ્ગલવર્ગણાઓ ત્રિતનુ એટલે કે ત્રણ શરીરરૂપે ગ્રહણ કરવા યોગ્ય છે. તદુપરાન્ત અગ્રહણાન્તરિત તૈજસ, ભાષા, મન અને કર્મ રૂપે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓ છે. તદુપરાન્ત ધ્રુવાચિત્ત અને અમ્બુવાચિત્ત વર્ગણાઓ છે. તેમના પછી વચ્ચે વચ્ચે ચાર શૂન્ય વર્ગણાઓ છે અને પ્રત્યેક શૂન્ય વર્ગણાની ઉપર પ્રત્યેકશ૨ી૨વર્ગણા, બાદરનિગોદવર્ગણા, સૂક્ષ્મનિગોદવર્ગણા તથા અચિત્તમહાસ્કન્ધવર્ગણા છે. આ વર્ગણાઓ ગુણનિષ્પન્ન સ્વનામયુક્ત છે એટલે કે નામ અનુસાર અર્થવાળી છે અને
૧. ગાથા ૫-૬
Jain Education International
૨. ગાથા ૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org