Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
૧૧૫ કે સમકાલીન રહ્યા હશે. સંભવતઃ તે દશપૂર્વધર પણ હશે. આ બધી સંભાવનાઓ ઉપર નિશ્ચિત પ્રકાશ પાડનારી પ્રામાણિક સામગ્રીનો આપણી પાસે અભાવ છે. એટલું તો નિશ્ચિત છે કે શિવશર્મસૂરિ પ્રતિભાસમ્પન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા. તેમનું કર્મવિષયક જ્ઞાન બહુ ઊંડું હતું. કર્મપ્રકૃતિ ઉપરાંત શતક (પ્રાચીન પાંચમો કર્મગ્રન્થ) પણ શિવશર્મસૂરિની જ કૃતિ મનાય છે. એક માન્યતા એવી પણ છે કે સપ્તતિકા (પ્રાચીન છઠ્ઠો કર્મગ્રન્થ) પણ તેમની જ કૃતિ છે. બીજી માન્યતા અનુસાર સપ્તતિકા ચન્દ્રષિમહત્તરની કૃતિ - ગણાય છે.
કર્મપ્રકૃતિમાં ૪૭૫ ગાથાઓ છે. આ ગાથાઓ અગ્રાયણીય નામના બીજા પૂર્વના આધારે સંકલિત કરવામાં આવી છે. આ ગ્રંથમાં આચાર્યે કર્મ સંબંધી બન્ધનકરણ, સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણ આ આઠ કરણો અને ઉદય તથા સત્તા આ બે અવસ્થાઓનું વર્ણન કર્યું છે. કરણનો અર્થ છે આત્માનો પરિણામવિશેષ કે વીર્યવિશેષ.
ગ્રંથના પ્રારંભે આચાર્યે મંગલાચરણના રૂપમાં ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે અને કર્માષ્ટકના આઠ કરણ, ઉદય અને સત્તા આ દસ વિષયોનું વર્ણન કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે :
सिद्धं सिद्धत्थसुयं वंदिय निद्धोयसव्वकम्ममलं ।
कम्मट्ठगस्स करणट्ठमुदयसंताणि वोच्छामि ॥ १ ॥ બીજી ગાથામાં આઠ કરણનાં નામ દર્શાવ્યાં છે, તે નીચે પ્રમાણે છે :
(ઈ) ચૂર્ણિ તથા મલયગિરિ અને યશોવિજયવિહિત વૃત્તિઓ સહિત – મુક્તાબાઈ જ્ઞાનમંદિર,
ખૂબચંદ પાનાચંદ, ડભોઈ (ગુજરાત), સન્ ૧૯૩૭ (ઈ) પં. ચંદુલાલ નાનચંદ્રકૃત ગુજરાતી અનુવાદ સહિત – માણેક્લાલ ચુનીલાલ, રાજનગર
(અમદાવાદ માંડવીની પોળમાં આવેલી નાગજીભૂધરની પોળ), સન્ ૧૯૩૮ ૨. યશોવિજયની વૃત્તિમાં ઉલ્લિખિત, પૃ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org