Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦ર
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ અનુભાગવિભક્તિ અને પ્રદેશવિભક્તિ – ચૂર્ણિકારે પ્રકૃતિવિભક્તિ અને સ્થિતિવિભક્તિની જેમ જ અનુભાગવિભક્તિ તથા પ્રદેશવિભક્તિનું પણ અનુયોગદ્વારો દ્વારા વિવેચન કર્યું છે.
ક્ષીણાક્ષણાધિકાર – કર્મપ્રદેશોની ક્ષીણાક્ષીણસ્થિતિકતાનો વિચાર કરતાં ચૂર્ણિકારે દર્શાવ્યું છે કે કર્મપ્રદેશો અપકર્ષણથી ક્ષીણસ્થિતિક છે, ઉત્કર્ષણથી ક્ષીણસ્થિતિક છે, સંક્રમણથી ક્ષીણસ્થિતિક છે અને ઉદયથી ક્ષીણસ્થિતિક છે. કયા કર્મપ્રદેશો અપકર્ષણથી ક્ષીણસ્થિતિક છે ? જે કર્મપ્રદેશો ઉદયાવલીની અંદર રહેલા છે તે અપકર્ષણથી ક્ષીણસ્થિતિક છે. ઉદયાવલીની બહાર રહેલા કર્મપ્રદેશ અપકર્ષણથી અક્ષીણસ્થિતિક છે. બીજા શબ્દોમાં, ઉદયાવલીની અંદર રહેલા કર્મપ્રદેશોની સ્થિતિનું અપકર્ષણ (ધ્રાસ) થઈ શકતું નથી પરંતુ જે કર્મપ્રદેશો ઉદયાવલીની બહાર રહેલા છે તેમની સ્થિતિને ઘટાડી શકાય છે. કયા કર્મપ્રદેશો ઉત્કર્ષણથી ક્ષીણસ્થિતિક છે ? જે કર્મપ્રદેશો ઉદયાવલીમાં પ્રવેશેલા છે તે ઉત્કર્ષણથી ક્ષીણસ્થિતિક છે, ઈત્યાદિ.'
સ્થિતિક-અધિકાર – ક્ષીણાક્ષણાધિકાર પછી ચૂર્ણિકારે સ્થિતિકઅધિકારનું વિવેચન ત્રણ અનુયોગદ્વારોમાં કર્યું છે. આ અનુયોગદ્વારોનાં નામ આ પ્રમાણે છેઃ સમુત્કીર્તના, સ્વામિત્વ અને અલ્પબદુત્વ.
બન્ધક-અર્વાધિકાર – બન્ધક નામના અર્થાધિકારમાં બે અનુયોગદ્વારો છે : બંધ અને સંક્રમ.
સંક્રમ-અર્થાધિકાર – સંક્રમનો ઉપક્રમ પાંચ પ્રકારનો છે : આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા અને અર્વાધિકાર. ચૂર્ણિકારે આ પ્રકરણમાં સંક્રમની વિવિધ દષ્ટિઓથી વિવેચના કરી છે.
વેદક-અર્થાધિકાર – વેદક નામના અર્થાધિકારમાં બે અનુયોગદ્વાર છે : ઉદય અને ઉદીરણા. એમાં ચાર સૂત્રગાથાઓ છે. એમાંની પહેલી ગાથા પ્રકૃતિ ઉદીરણા અને પ્રકૃતિઉદય સાથે સંબંધ ધરાવે છે."
ઉપયોગ–અર્વાધિકાર – ઉપયોગ નામના અર્વાધિકાર સાથે સંબંધ ધરાવતી સાત ગાથાઓની વિભાષા કરતાં ચૂર્ણિકારે દર્શાવ્યું છે કે ક્રોધ, માન, માયા અને
૧. એજન, પૃ. ૨૧૩-૨૩૪ ૨. એજન, પૃ. ૨૩૫-૨૪૭ ૩.એજન, પૃ. ૨૪૮-૨૪૯ ૪. એજન, પૃ.૨૫૦ ૫. એજન, પૃ. ૪૬પ ૬. એજન, પૃ. ૪૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org