Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કષાયપ્રાભૂતની વ્યાખ્યાઓ
૧૦૩
લોભનો જધન્ય તથા ઉત્કૃષ્ટ બંને પ્રકારનો કાળ અન્તર્મુહૂર્ત છે. ગતિઓમાં નિષ્ક્રમણ અને પ્રવેશની અપેક્ષાએ તેમનો કાળ એક સમય પણ હોય છે. સામાન્યપણે માનનો જઘન્યકાળ સૌથી ઓછો છે. ક્રોધનો જઘન્ય કાળ માનના જઘન્ય કાળથી વિશેષ અધિક છે. માયાનો જઘન્ય કાળ ક્રોધના જઘન્ય કાળથી વિશેષ અધિક છે. લોભનો જધન્ય કાળ માયાના જઘન્ય કાળથી વિશેષ અધિક છે. માનનો ઉત્કૃષ્ટ કાળ લોભના જઘન્ય કાળથી સંધ્યેય ગણો છે. ક્રોધનો ઉત્કૃષ્ટ કાળ માનના ઉત્કૃષ્ટ કાળથી વિશેષ અધિક છે, ઈત્યાદિ. ચોથી ગાથાની વિભાષામાં આચાર્યે .બે પ્રકારના ઉપદેશોનું અનુસરણ કર્યું છેઃ પ્રવાહ્યમાન ઉપદેશ અને અપ્રવાહ્યમાન ઉપદેશ.૩
ચતુઃસ્થાન-અર્થાધિકાર – ચતુઃસ્થાન નામના અર્થાધિકારની ચૂર્ણના પ્રારંભમાં એકૈકનિક્ષેપ અને સ્થાનનિક્ષેપપૂર્વક ‘ચતુઃસ્થાન' પદની વિભાષા કરવામાં આવી છે. તે પછી ગાથાઓનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
૫
આ પ્રમાણે બાકીના અધિકારોનું પણ ચૂર્ણિકારે ક્યાંક સંક્ષેપમાં તો ક્યાંક વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. વીરસેન-જયસેનકૃત જયધવલા
જયધવલા ટીકા કષાયપ્રામૃત મૂળ તથા તેની ચૂર્ણિ બંને ઉપર છે. જયધવલાના અંતે મળતી પ્રશસ્તિમાં તેના રચનાર, રચનાકાળ વગેરે વિશે પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગ્રન્થનો પૂર્વાર્ધ ગુરુ વીરસેને રચ્યો છે અને ઉત્તરાર્ધ શિષ્ય જિનસેને. અહીં પૂર્વાર્ધથી તાત્પર્ય છે પહેલો હિસ્સો અને ઉત્તરાર્ધથી તાત્પર્ય છે પછીનો હિસ્સો. શ્રુતાવતારમાં આચાર્ય ઈન્દ્રનન્દિએ સ્પષ્ટ લખ્યું છે કે કષાયપ્રાભૂતની ચાર વિભક્તિઓ ઉપર વીસ હજાર શ્લોકપ્રમાણ ટીકા લખીને વીરસેનસ્વામી સ્વર્ગવાસી થયા. તે પછી તેમના શિષ્ય જયસેને (જિનસેને) ચાલીસ હજાર શ્લોકપ્રમાણ ટીકા વધુ લખી આ ગ્રન્થ પૂરો કર્યો. આ રીતે પ્રસ્તુત ટીકા જયધવલા સાઠ હજાર શ્લોકપ્રમાણ બૃહત્કાય ગ્રન્થ છે. આ ગ્રન્થ પણ ધવલાની જેમ વિવિધ વિષયોથી પરિપૂર્ણ એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. આચાર્યે એનું નામ પણ ગ્રન્થના ગુણોને અનુરૂપ જ ધવલાની સાથે
૧. એજન, પૃ. ૫૬૦-૫૬૧ ૩. એજન, પૃ. ૫૮૦-૫૮૧ ૫. એજન, પૃ. ૬૦૮-૬૧૦
Jain Education International
૨. એજન, પૃ. ૫૬૧-૫૬૨ ૪. એજન, પૃ. ૬૦૬-૬૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org