Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પાંચમા પૂર્વની દસમી વસ્તુમાં પેજપાહુડ નામનું ત્રીજું પ્રાભૃત છે. તેમાંથી આ કષાયપ્રાભૂત ઉત્પન્ન થયું છે :
पुव्वम्मि पंचमम्मि दु दसमे वत्थुम्मि पाहुडे तदिए । __ पेज्जं ति पाहुडम्मि दु हवदि कसायाण पाहुडं णाम ॥ १ ॥
બીજી ગાથામાં એ બતાવવામાં આવ્યું છે કે આ કષાયપ્રાભૂતમાં ૧૮૦ ગાથાઓ છે, જે પંદર અર્થાધિકારોમાં વિભક્ત છે. ત્રીજી વગેરે ગાથાઓમાં એ નિર્દેશ કરવામાં આવ્યો છે કે કયા કયા અર્થાધિકારમાં કેટલી કેટલી ગાથાઓ છે.
પ્રેય, દ્વેષ, સ્થિતિ, અનુભાગ અને બન્ધક આ પાંચ અર્થાધિકારોમાં ત્રણ ગાથાઓ છે. વેદકમાં ચાર, ઉપયોગમાં સાત, ચતુઃસ્થાનમાં સોળ, વ્યંજનમાં પાંચ, દર્શનમોહોપશમનામાં પંદર, દર્શનમોહક્ષપણામાં પાંચ, સંયમસંયમલબ્ધિ અને ચારિત્રલબ્ધિ આ બંનેમાં એક, ચારિત્રમોહોપશમનામાં આઠ, ચારિત્રમોહની ક્ષપણાના પ્રસ્થાપનમાં ચાર, સંક્રમણમાં ચાર, અપવર્તનામાં ત્રણ, કૃષ્ટીકરણમાં અગીઆર, ક્ષપણામાં ચાર, ચારિત્રમોહના વિષયમાં એક, સંગ્રહણીના વિષયમાં એક આમ કુલ મળીને ચારિત્રામોહક્ષપણામાં ૨૮ ગાથાઓ છે. આ બધી ગાથાઓનો સરવાળો (૩ + ૪ + ૭ + ૧૬ + ૫ + ૧૫ + ૫ + ૧ + ૮ + ૪ + ૪ + ૩ + ૧૧ + ૪ + ૧ + ૧ =) ૯૨ થાય છે.
કૃષ્ટી સંબંધી અગીઆર ગાથાઓમાંથી વીચાર વિશેની એક ગાથા, સંગ્રહણી સંબંધી એક ગાથા, ક્ષીણમોત સંબંધી એક ગાથા અને ચારિત્રમોહની ક્ષપણાના પ્રસ્થાપન સંબંધી ચાર ગાથા આમ ચારિત્રમોહક્ષપણા સંબંધી સાત ગાથાઓ અભાષ્યગાથાઓ છે અને બાકીની એકવીસ ગાથાઓ સભાષ્યગાથાઓ છે. આ એકવીસ ગાથાઓની ભાષ્યગાથાસંખ્યા છચાસી છે. એમાં પેક્નોસવદત્તી....” અને “સમ્મવિરથી....' આ બે (૧૩મી અને ૧૪મી) ગાથાઓને ઉમેરતાં કષાયપ્રાભૂતની ગાથાઓનો સરવાળો (૯૨ + ૮૬ + ૨ =) ૧૮૦ થઈ જાય છે.
પ્રયોષ વગેરે અધિકારોમાં સામાન્યરૂપે વ્યાસ અદ્ધાપરિમાણનો નિર્દેશ કરતાં કહ્યું છે કે અનાકાર દર્શનોપયોગ, ચક્ષુ, શ્રોત્ર, ઘાણ અને જિલૅન્દ્રિય સંબંધી અવગ્રહજ્ઞાન, મનોયોગ, વચનયોગ, કાયયોગ, સ્પર્શનેન્દ્રિય સંબંધી અવગ્રહજ્ઞાન, અવાયજ્ઞાન, ઈહાજ્ઞાન, શ્રુતજ્ઞાન અને ઉચ્છવાસ આ બધાંનો જઘન્યકાળ (ક્રમશ: વધતો વધતો) સંખેય આવલી પ્રમાણ છે. કેવલદર્શન, કેવલજ્ઞાન વગેરેનો જઘન્યકાળ ઉત્તરોત્તર વધતો રહે છે. આ બધા જઘન્યકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org