Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૭
કષાયપ્રાભૃત ક્ષીણ થઈ જતાં ત્રણ ભવોમાં જીવ નિયમતઃ મુક્ત થઈ જાય છે. મનુષ્યોમાં ક્ષીણમોલ જીવો નિયમતઃ સંધ્યેય સહસ્ર હોય છે. બીજી ગતિઓમાં ક્ષીણમોહ જીવો નિયમતઃ અસંખ્યય હોય છે.'
સંયમસંયમલબ્ધિ અને ચારિત્રલબ્ધિ અર્થાધિકારોમાં એક જ ગાથા છે. તે ગાથામાં દર્શાવ્યું છે કે સંયમસંયમ એટલે કે દેશસંયમ અને ચારિત્ર એટલે કે સકલ સંયમની પ્રાપ્તિનો, તેમની ઉત્તરોત્તર વૃદ્ધિનો અને પૂર્વબદ્ધ કર્મોની ઉપશામનાનો વિચાર કરવો જોઈએ.
ચારિત્રમોહોપશમના અર્થાધિકારમાં નીચે જણાવેલા પ્રશ્નોનું સમાધાન કરી લેવા કહેવામાં આવ્યું છે : ' ઉપશામના કેટલા પ્રકારની હોય છે ? ઉપશમ ક્યા કયા કર્મનો થાય છે ? કયું કયું કર્મ ઉપશાન્ત રહે છે ? કયું કયું કર્મ અનુપશાન્ત રહે છે ? સ્થિતિ, અનુભાગ અને પ્રદેશાગ્રનો કેટલો ભાગ ઉપશમિત થાય છે, કેટલો ભાગ સંક્રમિત અને ઉદીરિત થાય છે તથા કેટલો ભાગ બાંધે છે ? કેટલા સમય સુધી ઉપશમન થાય છે ? કેટલા સમય સુધી સંક્રમણ થાય છે? કેટલા સમય સુધી ઉદીરણા થાય છે ? કયું કર્મ કેટલા સમય સુધી ઉપશાન્ત કે અનુપશાન્ત રહે છે ? કયું કરણ બુચ્છિન્ન થાય છે ? કયું કરણ અલુચ્છિન્ન રહે છે ? કયું કરણ ઉપશાન્ત થાય છે ? કયું કરણ અનુપાત્ત રહે છે? પ્રતિપાત કેટલા પ્રકારનો હોય છે ? પ્રતિપાત ક્યા કષાયમાં હોય છે ? પ્રતિપતિત થતો જીવ કયા કર્માશોનો બન્ધક બને છે ?
ચારિત્રમોહક્ષપણા અધિકારમાં ગ્રંથકારે દર્શાવ્યું છે કે સંક્રમણપ્રસ્થાપકના મોહનીય કર્મની બે સ્થિતિઓ હોય છે જેમનું પ્રમાણ મુહૂર્તથી કંઈક ઓછું હોય છે. તેની પછી નિયમતઃ અખ્તર હોય છે. જે કર્માશો ક્ષીણ સ્થિતિવાળા છે તેમનું જીવ બંને સ્થિતિઓમાં વેદન કરે છે. જેમનું વદન તે નથી કરતો તેમને તો બીજી સ્થિતિમાં જ જાણવા જોઈએ. સંક્રમણપ્રસ્થાપકનાં પૂર્વબદ્ધ કર્મો મધ્યમ સ્થિતિઓમાં મળે છે. અનુભાગોમાં સાતવેદનીય, શુભનામ અને ઉચ્ચગોત્ર કર્મ ઉત્કૃષ્ટ રૂપમાં મળે છે, ઈત્યાદિ.૫ ૧. ગાથા ૯૧-૯૪. આ પ્રકરણની ગાથાઓ ૧૦૦, ૧૦૩, ૧૦૪ અને ૧૦૫ શિવશર્મત
કર્મપ્રકૃતિના ઉપશમનાકરણ પ્રકરણની ગાથાઓ ૨૩-૨૬ સાથે મળતી આવે છે. ૨. ગાથા ૧૧૦-૧૧૪ ૩. ગાથા ૧૧૫ ૪. ગાથા ૧૧૬-૧૨૦ ૫. ગાથા ૧૨૫-૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org