Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કષાયપ્રામૃત
૯૩
મરણ વગેરે વ્યાઘાતથી રહિત અવસ્થામાં હોય છે. ચક્ષુરિન્દ્રિય સંબંધી મતિજ્ઞાનોપયોગ, શ્રુતજ્ઞાનોપયોગ, પૃથક્ક્સવિતર્કવીચારશુક્લધ્યાન, માનકષાય, અવાયમતિજ્ઞાન, ઉપશાન્તકષાય તથા ઉપશામકનો ઉત્કૃષ્ટકાળ પોતાનાથી પહેલાના સ્થાનના કાળથી બમણો હોય છે. બાકીનાં સ્થાનોનો ઉત્કૃષ્ટકાળ પોતાનાથી પહેલાના સ્થાનના કાળથી વિશેષ અધિક હોય છે.
પ્રેયોદ્વેષવિભક્તિમાં નીચે જણાવેલી વાતો ઉપર વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે :
(3) पेज्जं वा दोसो वा कम्मि कसायम्मि कस्स व णयस्स 1
दुट्ठो व कम्मि दव्वे पियायदे को कहिं वा वि ॥ २१ ॥ અર્થ : કયા કષાયમાં કયા નયની અપેક્ષાએ પ્રેય કે દ્વેષનો વ્યવહાર થાય છે ? કયો નય કયા દ્રવ્યમાં દ્વેષ કે પ્રેયને પામે છે ?
કષાય મોહનીયકર્મથી ઉત્પન્ન થાય છે, તેથી ગ્રન્થકારે આગળના બે અર્થાધિકારોના અંગે એ બતાવ્યું છે કે એ બેમાં મોહનીયકર્મની પ્રકૃતિવિભક્તિ, સ્થિતિવિભક્તિ, અનુભાગવિભક્તિ, ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ પ્રદેશવિભક્તિ, ક્ષીણાક્ષીણ અને સ્થિત્યન્તિકનું કથન કરવું જોઈએ.
બન્ધક અર્થાધિકારમાં આચાર્યે નીચે જણાવેલા પ્રશ્નોનું સમાધાન કરી લેવા કહ્યું છે :
જીવ કેટલી પ્રકૃતિઓને બાંધે છે, કેટલી સ્થિતિને બાંધે છે, કેટલા અનુભાગને બાંધે છે તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ પરિમાણવાળા કેટલા પ્રદેશોને બાંધે છે ? આ જ રીતે કેટલી પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે, કેટલી સ્થિતિનું સંક્રમણ કરે છે, કેટલા અનુભાગનું સંક્રમણ કરે છે તથા ગુણહીન અને ગુણવિશિષ્ટ જઘન્ય-ઉત્કૃષ્ટ કેટલા પ્રદેશોનું સંક્રમણ કરે છે ?
સંક્રમની ઉપક્રમવિધિ પાંચ પ્રકારની છે, નિક્ષેપના ચાર પ્રકાર છે, નયવિધિ પ્રકૃતમાં વિવક્ષિત છે અને પ્રકૃતમાં નિર્ગમના આઠ પ્રકાર છે. સંક્રમના બે ભેદ છે : પ્રકૃતિસંક્રમણ અને પ્રકૃતિસ્થાનસંક્રમ. આમ અસંક્રમના પણ બે ભેદ છે. સંક્રમની પ્રતિગ્રહવિધિના બે પ્રકાર છે : પ્રકૃતિપ્રતિગ્રહ અને પ્રકૃતિસ્થાનપ્રતિગ્રહ. આ જ રીતે અપ્રતિગ્રહવિધિના પણ બે પ્રકાર છે. આમ નિર્ગમના આઠ ભેદ થાય છે.
૧. ગાથા ૧૫-૨૦
3. ગાથા ૨૩
Jain Education International
૨. ગાથા ૨૨
૪. ગાથા ૨૪-૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org