Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૂતની વ્યાખ્યાઓ
૮૧
કરે છે. ‘અસ્તિ’ વગેરે વાક્યોનું નામ વિકલાદેશ છે કારણ કે તે વાક્યો નયોથી ઉત્પન્ન છે. પૂજ્યપાદ ભટ્ટારકે પણ સામાન્ય નયનું લક્ષણ આ જ બતાવ્યું છે. તદનુસાર પ્રમાણથી પ્રકાશિત પદાર્થોના પર્યાયોનું પ્રરૂપણ કરનાર નય છે. પ્રમાણથી વસ્તુના સકલ ધર્મો પ્રકાશિત થાય છે. નય એ ધર્મોમાંથી કોઈ એક ધર્મને પ્રકાશિત કરે છે, અર્થાત્ નય વસ્તુના વિકલ ધર્મોનો પ્રકાશક છે. પ્રભાચન્દ્ર ભટ્ટારકે પણ કહ્યું છે કે પ્રમાણાશ્રિત પરિણામભેદોથી વશીકૃત પદાર્થવિશેષોના અર્થાત્ પદાર્થોના પર્યાયોના પ્રરૂપણમાં સમર્થ જે પ્રયોગ થાય છે તે નય છે. સારસંગ્રહમાં પૂજ્યપાદે પણ કહ્યું છે કે અનન્તપર્યાયાત્મક વસ્તુના કોઈ એક પર્યાયનું જ્ઞાન કરતી વખતે શ્રેષ્ઠ હેતુની અપેક્ષા કરનારો નિર્દોષ પ્રયોગ નય કહેવાય છે. સમન્તભદ્રસ્વામીએ પણ કહ્યું છે કે સ્યાદ્વાદથી પ્રકાશિત પદાર્થોના પર્યાયોને પ્રગટ કરનારો નય છે. અહીં સ્યાદ્વાદનો અર્થ પ્રમાણ છે.
અર્થપર્યાય, વ્યંજનપર્યાય, દ્રવ્ય અને ભાવ પર્યાયના બે પ્રકાર છે : અર્થપર્યાય અને વ્યંજનપર્યાય. અર્થપર્યાય થોડો સમય રહેવાને કારણે અથવા અતિ વિશેષ હોવાને કારણે એકાદિ સમય સુધી રહેનારો છે તથા સંજ્ઞા-સંન્નિસંબંધથી રહિત છે. વ્યંજનપર્યાય જઘન્યપણે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અસંખ્યેય લોકમાત્ર કાલ સુધી રહેનારો અથવા અનાદિઅનંત છે. આમાં વ્યંજનપર્યાયથી પરિગૃહીત દ્રવ્ય ભાવ હોય છે. એનો વર્તમાન કાળ જઘન્યપણે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે સંધ્યેય લોકમાત્ર અથવા અનાદિનિધન છે કારણ કે વિવક્ષિત પર્યાયના પ્રથમ સમયથી અન્તિમ સમય સુધી વર્તમાન કાળ મનાય છે. તેથી ભાવની દ્રવ્યાર્થિક નયવિષયતા વિરુદ્ધ નથી. આમ માનતાં સન્મતિસૂત્ર સાથે વિરોધ નથી થતો કા૨ણ કે એમાં શુદ્ધ ઋજુસૂત્ર નયથી વિષયીકૃત પર્યાયથી ઉપલક્ષિત દ્રવ્યને ભાવરૂપે સ્વીકારવામાં આવેલ છે. આ ચર્ચાના પ્રસંગમાં ટીકાકારે આગળ સન્મતિસૂત્રની નીચેની ગાથા ઉદ્ધૃત કરી છે.
૨
उप्पज्जंति वियंति य भावा णियमेण पज्जवणयस्स 1 दव्वद्वियस सव्वं सदा अणुप्पण्णमविणङ्कं 11 અર્થ : પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પદાર્થો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ બધા સદા અનુત્પન્ન તથા અવિનષ્ટ છે.
૧. એજન, પૃ. ૧૬૫-૧૬૭ ૨. એજન, પૃ. ૨૪૨-૨૪૩
૩. એજન, પૃ. ૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org