Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ
...... આ અર્થની પ્રરૂપણા વિપુલાચલના શિખર ઉપર રહેતા, ત્રિકાલગોચર પદ્રવ્યોને પ્રત્યક્ષ જાણનારા વર્ધમાન ભટ્ટારકે ગૌતમ સ્થવિરને માટે કરી. પછી તે અર્થ આચાર્યપરંપરા દ્વારા ગુણધર ભટ્ટારકને પ્રાપ્ત થયો. તેમની પાસેથી આચાર્યપરંપરા દ્વારા તે અર્થ આર્યમંભુ અને નાગહસ્તી ભટ્ટારકોની પાસે આવ્યો. પછી તે બંનેએ ક્રમશઃ યતિવૃષભ ભટ્ટારક માટે એનું વ્યાખ્યાન કર્યું. યતિવૃષભે શિષ્યોના અનુગ્રહાર્થે એ વ્યાખ્યાનને ચૂર્ણિસૂત્રમાં લખ્યું.'
ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-મોહ-પ્રેમ- હૃદયદાહ, અંગકમ્પ, નેત્રરક્તતા, ઈન્દ્રિયોની અપટુતા આદિનો નિમિત્તભૂત જીવપરિણામ ક્રોધ કહેવાય છે. વિજ્ઞાન, ઐશ્વર્ય, જાતિ, કુલ, તપ અને વિદ્યાજનિત ઉદ્ધતતારૂપ જીવપરિણામ માન કહેવાય છે. પોતાના મનના વિચારો છૂપાવવાની ચેષ્ટાનું નામ માયા છે. બાહ્ય પદાર્થોમાં મમત્વબુદ્ધિ હોવી લોભ કહેવાય છે. માયા, લોભ, વેદત્રય (સ્ત્રી-પુરુષ-નપુંસકવેદ), હાસ્ય અને રાતિનું નામ રાગ છે. ક્રોધ, માન, અરતિ, શોક, જુગુપ્સા અને ભયનું નામ દ્વેષ છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને મિથ્યાત્વના સમૂહને મોહ કહે છે. પ્રિયતાનું નામ પ્રેમ છે.
શબ્દ અને ભાષા – શબ્દ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. તેના છ પ્રકાર છે : તત, વિતત, ઘન, સુષિર, ઘોષ અને ભાષા. વણા, ત્રિસરિક, આલાપિની આદિ દ્વારા ઉત્પન્ન થયેલો શબ્દ તત છે. ભેરી, મૃદંગ, પટલ આદિ દ્વારા ઉત્પન્ન થયેલો શબ્દ વિતત છે. જયઘંટા આદિ નક્કર દ્રવ્યોના એકબીજા સાથે અથડાવાથી ઉત્પન્ન થયેલો શબ્દ ઘન છે. વંશ, શંખ, કાહલ વગેરેથી ઉત્પન્ન થયેલો શબ્દ સુષિર છે. દ્રવ્યોના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો શબ્દ ઘોષ છે. ભાષા બે પ્રકારની છે : અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. દ્વીન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોના મુખથી નીકળેલી તેમ જ બાલ અને મૂક સંજ્ઞીપંચેન્દ્રિય જીવોની ભાષા અનક્ષરાત્મક છે. ઉપઘાતરહિત ઈન્દ્રિયોવાળા સંજ્ઞીપંચેન્દ્રિયની ભાષા અક્ષરાત્મક છે. અક્ષરાત્મક ભાષા બે પ્રકારની છે : ભાષા અને કુભાષા. કીર, પારસિક, સિંહલ, વર્તરિક વગેરેના મુખમાંથી નીકળેલી કુભાષાઓ સાતસો ભેદોમાં વિભક્ત છે. ભાષાઓ અઢાર છે: ત્રણ કુરુક, ત્રણ લાઢ, ત્રણ મહટ્ટ, ત્રણ માલવ, ત્રણ ગૌડ અને ત્રણ માગધ. ૧. પુસ્તક ૧૨, પૃ. ૨૩૧-૨૩૨ ૨. એજન, પૃ. ૨૮૩-૨૮૪ ૩. પુસ્તક ૧૩, પૃ. ૨૨૧-૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org