Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ
૭૯ વર્ધમાન જિનેન્દ્રના આયુષ્યમાં ઉમેરતાં ચોથા આરાના ૭૫ વર્ષ ૧૦ દિવસ બાકી રહ્યા હતા ત્યારે મહાવીરના સ્વર્ગથી અવતીર્ણ થવાનો કાળ થાય છે.'
ઉપરના બે ઉપદેશોમાંથી કયો ઉપદેશ બરાબર છે એ વિષયમાં એલાચાર્યના શિષ્ય અર્થાત્ ધવલાકાર વીરસેન પોતાની જીભ ચલાવતા નથી એટલે કે કંઈ પણ કહેતા નથી કારણ કે ન તો એ વિશે કોઈ ઉપદેશ મળે છે કે ન તો આ બેમાંથી એકમાં કોઈ બાધા ઉત્પન્ન થાય છે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે આ બે ઉપદેશોમાંથી કોઈ એક જ બરાબર છે.'
મહાવીરની શિષ્યપરમ્પરા – કારતક વદ ચૌદસની રાતના પાછલા ભાગમાં ભગવાન મહાવીર મુક્ત થતાં કેવળજ્ઞાનની પરંપરાને ધારણ કરનાર ગૌતમસ્વામી થયા. ૧૨ વર્ષ સુધી વિહાર કરીને ગૌતમસ્વામી મુક્ત થતાં લોહાર્ય આચાર્ય કેવળજ્ઞાનની પરંપરાના ધારક બન્યા. ૧૨ વર્ષ સુધી વિહાર કરીને લોહાર્ય ભટ્ટારક મુક્ત થઈ જતાં જમ્બુ ભટ્ટારક કેવળજ્ઞાનની પરંપરાના ધારક બન્યા. ૩૮ વર્ષ સુધી વિહાર કરીને જમ્બુ ભટ્ટારક મુક્ત થઈ જતાં ભરતક્ષેત્રમાં કેવળજ્ઞાનની પરંપરાનો લુચ્છેદ થઈ ગયો. આમ મહાવીરના નિર્વાણ પછી ૬ર વર્ષે કેવળજ્ઞાનરૂપી સૂર્યનો ભરતક્ષેત્રમાં અસ્ત થઈ ગયો. તે વખતે સકલ શ્રુતજ્ઞાનની પરંપરાના ધારક વિષ્ણુ આચાર્ય થયા. પછી અવિચ્છિન્ન સત્તાનરૂપે ન,િ અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ સકલ શ્રુતના ધારક થયા. આ પાંચ શ્રુતકેવલીઓનો કુલ ૧૦૦ વર્ષનો કાળ છે. ભદ્રબાહુ ભટ્ટારકનો સ્વર્ગવાસ થતાં ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાનરૂપી પૂર્ણચન્દ્રનો અસ્ત થઈ ગયો. તે સમયે અગીઆર અંગો અને વિદ્યાનુપ્રવાદ સુધીના દૃષ્ટિવાદના ધારક વિશાખાચાર્ય થયા. એનાથી આગળના ચારે પૂર્વો, તેમના એક દેશને ધારણ કરવાને કારણે, બુચ્છિન્ન થઈ ગયા. વળી તે વિકલ શ્રુતજ્ઞાન પ્રોષ્ઠિલ, ક્ષત્રિય, જય, નાગ, સિદ્ધાર્થ, ધૃતિષેણ, વિજય, બુદ્ધિલ, ગંગદેવ અને ધર્મસેનની પરંપરા વડે ૧૮૩ વર્ષ સુધી ચાલીને બુચ્છિન્ન થઈ ગયું. ધર્મસેન ભટ્ટારકના સ્વર્ગગમન પછી દષ્ટિવાદરૂપી પ્રકાશ નાશ પામતાં અગીઆર અંગો અને દૃષ્ટિવાદના એકદેશના ધારક નક્ષત્રાચાર્ય થયા. એમના પછી તે અગીઆર અંગોનું શ્રુતજ્ઞાન જયપાલ, પાંડુ, ધ્રુવસેન અને કંસની પરંપરા વડે ૨૨૦ વર્ષ સુધી ચાલી ત્રુચ્છિન્ન થઈ ગયું. કંસાચાર્યના સ્વર્ગવાસ પછી એકાદશાંગરૂપી પ્રકાશ નાશ પામતાં સુભદ્રાચાર્ય
૧. એજન, પૃ. ૧૨૫-૧૨૬ ૨. એજન, પૃ. ૧૨૬ (જયધવલામાં પણ આ જ વર્ણન મળે છે. જુઓ કષાયપાહુડ, ભાગ ૧,
પૃ. ૭૪-૮૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org