Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૂતની વ્યાખ્યાઓ
૭૧
કરવામાં આવતાં વિગ્રહગતિ કરતા જીવોને અકાયિત્વની આપત્તિ આવશે. તેથી પૃથિવીકાયિક નામકર્મના ઉદયથી યુક્ત જીવ પૃથિવીકાયિક છે એમ કહેવું જોઈએ. પૃથિવીકાયિક નામકર્મને કર્મના ભેદોમાં ગણાવવામાં આવ્યું નથી એમ સમજવું ન જોઈએ. પૃથિવીકાયિક નામકર્મ એકેન્દ્રિય જાતિનામકર્મમાં સમાવિષ્ટ છે. જો એમ છે તો સૂત્રસિદ્ધ કર્મોની સંખ્યાનો નિયમ રહી શકતો નથી. આનું સમાધાન કરતાં ટીકાકાર કહે છે કે સૂત્રમાં કર્મ આઠ અથવા એક સો અડતાલીસ જ કહેવાયાં નથી. બીજી સંખ્યાઓનો પ્રતિષેધ કરનારું પદ ‘વ્’ સૂત્રમાં નથી. તો પછી કર્મ કેટલાં છે ? લોકમાં અશ્વ, ગજ, વૃક, ભ્રમર, શલભ, મદ્ગુણ વગેરે જેટલાં કર્મફળો મળે છે, કર્મો પણ તેટલાં જ હોય છે.
આ જ રીતે અપ્લાયિક આદિ બાકીના કાયિકોના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
ચન્દ્ર-સૂર્ય – જમ્બુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય છે. લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં પૃથ-પૃથક્ બાર ચન્દ્ર-સૂર્ય છે. કાલોદક સમુદ્રમાં બેતાલીસ ચન્દ્ર-સૂર્ય છે. પુષ્કર દ્વીપાર્કમાં બોતેર ચન્દ્ર-સૂર્ય છે. માનુષોત્તર પર્વતથી બહારની (પ્રથમ) પંક્તિમાં એક સો ચૂંવાળીસ ચન્દ્ર-સૂર્ય છે. એનાથી આગળ ચારની સંખ્યાનો પ્રક્ષેપ કરીને અર્થાત્ ચાર-ચાર વધારતાં જતાં બહારની આઠમી પંક્તિ સુધી ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી જોઈએ. એનાથી આગળના સમુદ્રની અંદરની પ્રથમ પંક્તિમાં બસો અઠ્યાસી ચન્દ્ર-સૂર્ય છે. એનાથી આગળ ચાર-ચાર વધારતાં જતાં બહારની પંક્તિ સુધી ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી જોઈએ. આ રીતે સ્વયમ્ભરમણ સમુદ્ર સુધી સમજવું જોઈએ. કહ્યું પણ છે :
3
ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની બમણી-બમણી સંખ્યાઓથી નિરન્તર તિર્યંગ્લોક દ્વિવર્ગાત્મક છે.
૧. પુસ્તક ૩, પૃ. ૩૩૦ ૨. એજન
૩. પુસ્તક ૪, પૃ. ૧૫૦-૧૫૧
४. चंदाइच्चगहेहिं चेवं णक्खत्तताररूवेहिं ।
મુળવુજુળે િનીતરેદિ જુવો તિરિયલોનો એજન, પૃ. ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org