Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૂતની વ્યાખ્યાઓ
૬૯
મનથી પદાર્થનું જે ગ્રહણ થાય છે તેને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનના ચાર પ્રકાર છે : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. વિષય અને વિષયીના સંબંધ પછી તરત થનારું પ્રથમ ગ્રહણ અવગ્રહ કહેવાય છે. અવગ્રહથી ગૃહીત પદાર્થના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છા કરવી ઈહા કહેવાય છે. ઈહા દ્વારા જાણેલા પદાર્થનું નિશ્ચયરૂપ જ્ઞાન અવાય કહેવાય છે. અવિસ્મરણરૂપ સંસ્કારને ઉત્પન્ન કરનારું જ્ઞાન ધારણા કહેવાય છે.
૧
શબ્દ તથા ધૂમ વગેરે લિંગ દ્વારા થનારું અર્થાન્તરનું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. શબ્દના નિમિત્તથી ઉત્પન્ન થનારું શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે અંગ અને અંગબાહ્ય. અંગના બાર અને અંગબાહ્યના ચૌદ ભેદ છે.
૨
પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ ભેદ છે : અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. સમસ્ત મૂર્ત પદાર્થોને સાક્ષાત્ જાણકાર જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. મનનો આશ્રય લઈને મનોગત પદાર્થનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાનને મન:પર્યાયજ્ઞાન કહે છે. ત્રિકાલગત સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જાણનારા જ્ઞાનને કેવલજ્ઞાન કહે છે.
મિથ્યાત્વયુક્ત ઈન્દ્રિયજન્ય જ્ઞાનને મતિઅજ્ઞાન કહે છે. મિથ્યાત્વયુક્ત શાબ્દજ્ઞાનને શ્રુતઅજ્ઞાન કહેવામાં આવે છે. મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાનને વિભંગજ્ઞાન (અધિઅજ્ઞાન) કહે છે.
લેશ્યા – ટીકાકારે ‘તેફ્સાળુવારેખ અસ્થિ ત્તેિસ્સિયા....' સૂત્રની વ્યાખ્યા કરતાં લેશ્યાની પરિભાષા આ રીતે આપી છે : કર્મસ્કન્ધથી આત્માને જે લેપે છે તેને લેશ્યા કહે છે. આ પરિભાષાનું સમર્થન કરતાં ટીકાકારે કહ્યું છે કે અહીં ‘કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિનું નામ લેશ્યા છે' આ પરિભાષાને સ્વીકારવી ન જોઈએ કારણ કે એને સ્વીકારતાં સયોગિકેવલી લેશ્યારહિત બની જાય જ્યારે શાસ્ત્રમાં તો સયોગિકેવલી શુક્લલેશ્યાવાળા મનાયા છે.
ગણિતપ્રધાન દ્રવ્યાનુયોગ દ્રવ્યપ્રમાણાનુગમ, દ્રવ્યાનુયોગ અથવા સંખ્યાપ્રરૂપણાના વિવેચનનો પ્રારંભ કરતાં પહેલાં ધવલાકારે લખ્યું છે કે જેણે કેવલજ્ઞાન દ્વારા છ દ્રવ્યોને પ્રકાશિત કર્યાં છે તથા જેને પ્રવાદીઓ જીતી શક્યા નથી તે જિનને નમસ્કાર કરીને ગણિતપ્રધાન દ્રવ્યાનુયોગનું હું પ્રતિપાદન કરું છું :
૧. પુસ્તક ૧, પૃ. ૩૫૩-૩૫૪ ૩. એજન, પૃ. ૩૫૮
૫. એજન, પૃ. ૩૮૬
Jain Education International
―➖
૨. એજન, પૃ. ૩૫૭-૩૫૮ ૪. એજન
For Private & Personal Use Only
www.jainelibrary.org