Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ के वलणाणुज्जोइयछदव्वमणिज्जियं पवाई हिं ।
णमिऊण जिणं भणिमो दव्वणिओगं गणियसारं ॥ ત્યાર પછી આચાર્યે “ત્રમાણુમેળ ...” સૂત્રની ઉત્થાનિકાના રૂપમાં લખ્યું છે કે જેમણે ચૌદ જીવસમાસોના (ગુણસ્થાનોના) અસ્તિત્વને જાણી લીધું છે તે શિષ્યોને હવે તે જીવસમાસોનાં પરિમાણનું જ્ઞાન કરાવવા માટે ભૂતબલિ આચાર્ય સૂત્ર કહે છે.'
પરિમાણ (પ્રમાણ)નો અર્થ છે માપ. તેના ચાર પ્રકાર છે : ૧. દ્રવ્યપ્રમાણ, ૨. ક્ષેત્રપ્રમાણ, ૩. કાલપ્રમાણ અને ૪. ભાવપ્રમાણ. પ્રસ્તુત પ્રતિપાદનમાં દ્રવ્યપ્રમાણ પછી ક્ષેત્રપ્રમાણનું પ્રરૂપણ ન કરતાં કાલપ્રમાણનું પ્રરૂપણ કર્યું છે.
દ્રવ્યપ્રમાણના ત્રણ ભેદ છે : સંખેય, અસંખ્યય અને અનન્ત. સંખેયના ત્રણ પ્રકાર છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ગણનાની આદિ એકથી મનાય છે પરંતુ એક કેવળ વસ્તુની સત્તાની સ્થાપના કરે છે, ભેદને સૂચિત નથી કરતો. ભેદનું સૂચન બેથી શરૂ થાય છે. તેથી બેને સંખેયનો આદિ માનવામાં આવ્યો છે. આમ જઘન્ય સંખેય બે છે. ઉત્કૃષ્ટ સંખ્યય પરીતઅસંખ્યયથી એક ન્યૂન છે. જઘન્ય સંખેય અને ઉત્કૃષ્ટ સંખ્યયની વચ્ચે આવનારી બધી સંખ્યાઓ મધ્યમ સંખેયની અંદર આવે છે. અસંખ્યયના ત્રણ ભેદ છે : પરીત, યુક્ત અને અસંખ્યય. આ ત્રણમાંથી પ્રત્યેકના વળી ત્રણ ભેદ છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, અનન્તના પણ ત્રણ પ્રકાર છે : પરીત, યુક્ત અને અનન્ત. ટીકાકારે આ બધા ભેદ-પ્રભેદોનો અતિ સૂક્ષ્મ રીતે વિચાર કર્યો છે. આ જ રીતે કાલપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ આદિનું પણ પ્રતિપાદન અત્યંત સૂક્ષ્મ છે. આ ઉપરથી ટીકાકારની ગણિતવિષયક નિપુણતા પુરવાર થાય છે.
પૃથિવીકાયિકાદિ જીવ – ધવલાકારે “યાજુવાળ પુદ્ધવિયા ગાડાયા...' સૂત્રનું વ્યાખ્યાન કરતાં દર્શાવ્યું છે કે અહીં પૃથિવી છે કાય (શરીર) જેમની તેમને પૃથિવીકાય કહે છે એમ ન કહેવું જોઈએ. પૃથિવીકાયિક આદિનો આવો અર્થ
૧. પુસ્તક ૩, પૃ. ૧ ૨. એજન, પૃ. ૧૦-૨૬૦. આ વિષયની વિશેષ જાણકારીને માટે પુસ્તક માં પ્રકાશિત
Mathematics of Dhavala' લેખ અથવા પુસ્તક પમાં પ્રકાશિત તેનો હિન્દી અનુવાદ “ધવત્તા +1 fણતશાસ્ત્ર' જોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org