Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
६८
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ નથી. તો પછી વેદ વિશેષણથી યુક્ત મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાન સંભવતા નથી એમ માનવું જોઈએ. આનું સમાધાન કરતાં ટીકાકાર કહે છે કે વિશેષણનો નાશ થઈ જવા છતાં પણ ઉપચારથી તે વિશેષણથી યુક્ત સંજ્ઞાને ધારણ કરનારી મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનોનો સદૂભાવ માનવામાં કોઈ વિરોધ આવતો નથી.' - સ્ત્રી-પુરુષ-નપુંસક – જે દોષો વડે પોતાને અને બીજાને આચ્છાદિત કરે છે તેને સ્ત્રી કહે છે. અથવા જે પુરુષની આકાંક્ષા કરે છે તેને સ્ત્રી કહે છે. જે ઉત્કૃષ્ટ ગુણોમાં અને ઉત્કૃષ્ટ ભોગોમાં શયન કરે છે તેને પુરુષ કહે છે. અથવા જે કર્મના ઉદયથી જીવ સુષુપ્ત પુરુષની જેમ અનુગતગુણ તથા અપ્રાપ્તભોગ બને છે તેને પુરુષ કહે છે. અથવા જે શ્રેષ્ઠ કર્મ કરે છે તે પુરુષ છે. જે ન તો સ્ત્રી છે કે ન તો પુરુષ તેને નપુંસક કહે છે. તેનામાં સ્ત્રીવિષયક તેમ જ પુરુષવિષયક બંને અભિલાષા હોય છે. પોતાના કથનની પુષ્ટિ કરવા ટીકાકારે “૩ વ’ કહીને નીચેની ગાથાઓ ટાંકી છે :
छादेदि सयं दोसेण यदो छादइ परं हि दोसेण । छादणसीला जम्हा तम्हा सा वण्णिया इत्थी ॥ १७० ॥ पुरुगुणभोगे सेदे करेदि लोगम्हि पुरुगुणं कम्मं । पुरु उत्तमो य जम्हा तम्हा सो वण्णिदो पुरिसो ॥ १७१ ।। णवित्थि णेव पुमं णवूसओ उभयलिंगवदिरित्तो ।
इट्ठावागसमाणगवेयणगरुओ कलुसचित्तो ॥ १७२ ॥ જ્ઞાન-અજ્ઞાન – જે જાણે છે તેને જ્ઞાન કહે છે. અથવા જેના દ્વારા જીવ જાણે છે, જાણતો હતો કે જાણશે તેને જ્ઞાન કહે છે. જ્ઞાનાવરણીયના આંશિક યા સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારો આત્મપરિણામ જ્ઞાન છે. જ્ઞાનના બે પ્રકાર છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ જ્ઞાનના બે ભેદ છે : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. પાંચ ઈન્દ્રિયો અને
૧. પુસ્તક ૧, પૃ. ૩૩૩
૨. ટોપૈરીત્માને પ ર તૃતિ છાયતીતિ સ્ત્રી ... | અથવા પુરુષ તૃતિ મક્ષિતતિ સ્ત્રી..
... । पुरुगुणेषु पुरुभोगेषु च शेते स्वपितीति पुरुषः । सुषुप्तपुरुषवदनुगतगुणोऽप्राप्तभोगश्च यदुदयाज्जीवो भवति स पुरुषः ..... । पुरुगुणं कर्म शेते करोतीति वा पुरुषः । न स्त्री न पुमान् नपुंसकमुभयाभिलाष इति यावत् ।
એજન, પૃ. ૩૪૦-૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org