Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૂતની વ્યાખ્યાઓ
વિરોધી વચન આચાર્યોનાં અમુક વચનોમાં આવતા વિરોધની ચર્ચા કરતાં ટીકાકારે કહ્યું છે કે આ વચનો જિનેન્દ્રદેવનાં નથી પરંતુ પછી થયેલા આચાર્યોનાં છે, તેથી તેમનામાં વિરોધ આવવો સંભવે છે. તો પછી આચાર્યોએ કહેલા સત્કર્મપ્રાભૃત અને કષાયપ્રાભૂતને (જેમના ઉપદેશોમાં અમુક પ્રકારનો વિરોધ છે) સૂત્રપણું કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? આ શંકાનું સમાધાન કરતાં ટીકાકારે લખ્યું છે કે જેમનું અર્થરૂપે તીર્થંકરે કથન કર્યું છે તથા ગ્રન્થરૂપે ગણધરદેવે નિર્માણ કર્યું છે એવા આચાર્યપરંપરાથી નિરંતર ચાલ્યા આવતા બાર અંગો યુગના સ્વભાવથી બુદ્ધિની ક્ષીણતા થતાં ઉત્તરોત્તર ક્ષીણ થતા ગયા. પાપભીરુ તથા ગૃહીતાર્થ આચાર્યોએ સુહુબુદ્ધિ પુરુષોનો ક્ષય આવી રહ્યો જાણી તીર્થવ્યુચ્છેદના ભયથી બાકી બચેલા અંશને ગ્રન્થબદ્ધ કર્યો, તેથી તે ગ્રંથોમાં અસૂત્રપણું આવી શકે નહિ. જો એવું હોય તો બે પ્રકા૨નાં વિરોધી વચનોમાંથી કયા વચનને સત્ય માનવું ? એનો નિર્ણય તો શ્રુતકેવલી કે કેવલી જ કરી શકે, અન્ય કોઈ નહિ. તેથી વર્તમાન કાળના પાપભીરુ આચાર્યોએ બંનેનો સંગ્રહ કરવો જોઈએ.૧
સ્રીમુક્તિ
આગમ વડે દ્રવ્યસ્ત્રીઓની મુક્તિ સિદ્ધ નથી કારણ કે વસ્રયુક્ત હોવાને કારણે એમને અપ્રત્યાખ્યાન ગુણસ્થાન હોય છે, તેથી એમને સંયમની ઉત્પત્તિ થઈ શકતી નથી. જો કહેવામાં આવે કે વજ્રયુક્ત હોવા છતાં એમને ભાવસંયમ હોવામાં કોઈ વિરોધ નથી તો તે યોગ્ય નથી. દ્રવ્યસ્ત્રીઓને ભાવસંયમ હોતો નથી કારણ કે દ્રવ્યસ્ત્રીઓને ભાવસંયમ માનતાં ભાવઅસંયમના અવિનાભાવી જે વસ્ત્રાદિ ઉપાદાન છે એનું ગ્રહણ નહીં થઈ શકે. તો પછી સ્ત્રીઓમાં ચૌદ ગુણસ્થાન હોય છે, એ કેવી રીતે ? ભાવસ્રીવિશિષ્ટ અર્થાત્ સ્ત્રીવેદયુક્ત મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનોનો સદ્ભાવ માનવામાં કોઈ વિરોધ નથી. જો કહેવામાં આવે કે બાદરકષાય ગુણસ્થાનથી ઉપર ભાવવેદ હોતો નથી એટલે ભાવવેદમાં ચૌદ ગુણસ્થાનોનો સદ્ભાવ હોઈ શકતો નથી તો તેમ કહેવું ઠીક નથી કારણ કે અહીં વેદની પ્રધાનતા નથી પરંતુ ગતિની પ્રધાનતા છે અને ગતિ પહેલાં નાશ પામતી
-
63
૧. પુસ્તક ૧, પૃ. ૨૨૧-૨૨૨.
૨. આગળ દ્રવ્યનપુંસકને પણ વસ્ત્રાદિનો ત્યાગ કરવામાં અસમર્થ દર્શાવેલ છે, જેમ કે ટીકાકાર લખે છે :
ન ચ વ્વિસ્થિળવુંસયનેવાળ ચેતાચિાળો અસ્થિ, છેલપુત્તેન સહ વિરોહાવો । પુસ્તક ૧૧, પૃ.
૧૧૪-૧૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org