Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૧
કર્મપ્રાભૃત
અસ્થિર, શુભ, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, અયશકીર્તિ, નિર્માણ, ઉચ્ચગોત્ર અને પાંચ અન્તરાય પ્રકૃતિઓના બંધક છે. મિથ્યાદષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, મ્યાનમૃદ્ધિ આદિના બંધક છે. આ રીતે વિશેષની અપેક્ષાએ ગતિ વગેરે માર્ગણાઓ દ્વારા બંધકોનો વિચાર કરવામાં આવ્યો છે.' વેદના
વેદના ખંડમાં કૃતિ અને વેદના નામના બે અનુયોગદ્વારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ખંડમાં વેદના અનુયોગદ્વારનું વધારે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોઈ એનું નામ વેદના ખંડ રાખવામાં આવ્યું છે.
શરૂઆતમાં આચાર્ય “મો ના સૂત્ર દ્વારા સામાન્યરૂપે જિનોને નમસ્કાર કર્યા છે. પછી અવધિજિનોને, પરમાવધિજિનોને, સર્વાવધિજિનોને, અનન્તાવધિજિનોને, કોષ્ટબુદ્ધિજિનોને, બીજબુદ્ધિજિનોને, પદાનુસારિજિનોને, સંભિન્નશ્રોતૃજિનોને, ઋજુમતિજિનોને, વિપુલમતિજિનોને, દશપૂર્વાજિનોને, ચતુર્દશપૂર્વીજિનોને, અષ્ટાંગમહાનિમિત્તકુશલજિનોને, વિક્રિયાપ્રાપ્તજિનોને, વિદ્યાધરજિનોને, ચારણજિનોને, પ્રજ્ઞાશ્રવણજિનોને, આકાશગામિજિનોને, આશીર્વષજિનોને, દૃષ્ટિવિષજિનોને, ઉગ્રતપોજિનોને, દીuતપોજિનોને, તખતપોજિનોને, મહાતપોજિનોને, ઘોરતપોજિનોને, ઘોરપરાક્રમજિનોને, ઘોરગુણજિનોને, ખેલોબધિપ્રાપ્તજિનોને, જલ્લો અધિપ્રાપ્તજિનોને, વિષ્ઠૌષધિ પ્રાપ્તજિનોને, સર્વોષધિપ્રાપ્તજિનોને, મનોબલિજિનોને, વચનબલિજિનોને, કાયબલિજિનોને, ક્ષીરગ્નવિજિનોને, સર્પિગ્નવિજિનોને, મધુસૂવિજિનોને, અમૃતગ્નવિજિનોને, અક્ષીણમહાનસજિનોને, સર્વ સિદ્ધાયતનોને અને વર્ધમાન બુદ્ધષિને નમસ્કાર કર્યા છે. આ ગ્રન્થકારકૃત મધ્યમંગલ છે. કૃતિઅનુયોગદ્વાર – કૃતિઅનુયોગદ્વારના નિરૂપણનો પ્રારંભ કરતાં આચાર્ય કૃતિના સાત પ્રકાર બતાવ્યા છે : ૧. નામકૃતિ, ૨. સ્થાપનાકૃતિ, ૩. દ્રવ્યકૃતિ, ૪. ગણનકૃતિ, ૫. ગ્રન્થકૃતિ, ૬. કરણકૃતિ અને ૭. ભાવકૃતિ.
સાત નયોમાંથી નૈગમ, વ્યવહાર અને સંગ્રહ એ બધી કૃતિઓની ઈચ્છા કરે છે. ઋજુસૂત્ર સ્થાપનાકૃતિની ઈચ્છા કરતો નથી. શબ્દ વગેરે નામકૃતિ અને ભાવકૃતિની ઈચ્છા કરે છે.* ૧. સૂત્ર ૪૩-૩૨૪ ૨. સૂત્ર ૧-૪૪ (પુસ્તક ૯). ૩. સૂત્ર ૪૬
૪. સૂત્ર ૪૮-૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org