Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૂત
૪૯
એ દર્શાવવામાં આવ્યું છે કે નારકી બન્ધક છે, તિર્યંચ બન્ધક છે, દેવ બન્ધક છે, મનુષ્ય બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, સિદ્ધ અબન્ધક છે. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય બન્ધક છે, પંચેન્દ્રિય બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, અનિન્દ્રિય અબન્ધક છે. પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક બન્ધક છે, ત્રસકાયિક બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, અકાયિક અબન્ધક છે. મનોયોગી, વચનયોગી અને કાયયોગી બન્ધક છે તથા અયોગી અબન્ધક છે. સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી બન્ધક છે, અપગતવેદી બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, સિદ્ધ અબન્ધક છે. ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લોભકષાયી બન્ધક છે, અકષાયી બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, સિદ્ધ અબન્ધક છે. મત્યજ્ઞાની, શ્રુતાજ્ઞાની, વિભંગજ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવિધજ્ઞાની અને મન:પર્યયજ્ઞાની બન્ધક છે, કેવલજ્ઞાની બંધક પણ છે અને અબંધક પણ છે, સિદ્ધ અબક છે. અસંયત અને સંયતાસંયત બંધક છે, સંયત બંધક પણ છે અને અબંધક પણ છે, સિદ્ધ અબન્ધક છે. ચક્ષુર્દર્શની, અચક્ષુર્દર્શની અને અવધિદર્શની બન્ધક છે, કેવલદર્શની બંધક પણ છે અને અબંધક પણ છે, સિદ્ધ અબંધક છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ લેશ્યાવાળા જીવો બંધક છે તથા લેશ્યારહિત જીવો અબન્ધક છે. અભવ્યસિદ્ધિક બન્ધક છે, ભવ્યસિદ્ધિક બન્ધક પણ છે અને અબક પણ છે, સિદ્ધ અબન્ધક છે. મિથ્યાદષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ બન્ધક છે, સમ્યગ્દષ્ટિ બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, સિદ્ધ અબન્ધક છે. સંશી અને અસંશી બન્ધક છે, જિન કેવલી બન્ધક પણ છે અને અબન્ધક પણ, સિદ્ધ અબન્ધક છે. આહારક બન્ધક છે, અનાહારક બન્ધક પણ છે અને અબન્ધક પણ છે, સિદ્ધ અબન્ધક છે.
બન્ધકોના નિરૂપણ માટે જે અગીઆર અનુયોગદ્વારો બતાવ્યા છે તે નીચે મુજબ છે :
(૧) એક જીવની અપેક્ષાએ સ્વામિત્વ, (૨) એક જીવની અપેક્ષાએ કાળ, (૩) એક જીવની અપેક્ષાએ અન્તર, (૪) અનેક જીવોની અપેક્ષાએ ભંગવિચય, (૫) દ્રવ્યપ્રરૂપણાનુગમ, (૬) ક્ષેત્રાનુગમ, (૭) સ્પર્શનુગમ, (૮) નાના જીવોની અપેક્ષાએ કાળ, (૯) નાના જીવોની અપેક્ષાએ અન્તર, (૧૦) ભાગાભાગાનુગમ, (૧૧) અલ્પબહુત્વાનુગમ.
૧.સૂત્ર ૨ (સ્વામિત્વાનુગમ)
Jain Education International
૨
1
૨. સૂત્ર ૩-૪૩ (પુસ્તક ૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org