Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૩
કર્મપ્રાભૃત ૪. વેદનદ્રવ્યવિધાન, ૫. વેદનક્ષેત્ર વિધાન, ૬, વેદનકાલવિધાન, ૭. વેદનભાવવિધાન, ૮. વેદનપ્રત્યયવિધાન, ૯. વેદસ્વામિત્વવિધાન, ૧૦. વેદનવેદનવિધાન, ૧૧. વેદનગતિવિધાન, ૧૨. વેદનઅનન્તવિધાન, ૧૩. વેદનસગ્નિકર્ષવિધાન, ૧૪. વેદનપરિમાણવિધાન, ૧૫. વેદનભાગાભાગવિધાન, ૧૬. વેદનઅલ્પબદુત્વવિધાન.'
વેદનનિક્ષેપના ચાર પ્રકાર છે : નામવેદના, સ્થાપનાવેદના, દ્રવ્યવેદના અને ભાવવંદના.૨
વેદનનયવિભાષણતામાં એ દર્શાવવામાં આવ્યું છે કે કયો નય કઈ વેદનાઓનો સ્વીકાર કરે છે.
વેદનનામવિધાનમાં નયોની અપેક્ષાએ વેદનાના વિવિધ ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.'
વેદનદ્રવ્યવિધાનમાં ત્રણ અનુયોગદ્વારો જાણવા જોઈએ : પદમીમાંસા, સ્વામિત્વ અને અલ્પબદુત્વ.'
વેદનક્ષેત્રવિધાનમાં પણ ત્રણ અનુયોગદ્વારો છે : પદમીમાંસા, સ્વામિત્વ અને અલ્પબદુત્વ.”
વેદનકાલવિધાનમાં પણ ત્રણ અનુયોગદ્વારો છે : પદમીમાંસા, સ્વામિત્વ અને અલ્પબદુત્વ.
વેદનભાવવિધાનમાં પણ આ ત્રણ અનુયોગ દ્વારોનું પ્રરૂપણ છે.
વેદનપ્રત્યયવિધાનમાં દર્શાવ્યું છે કે નૈગમ, વ્યવહાર અને સંગ્રહ નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના પ્રાણાતિપાતપ્રત્યયથી થાય છે, મૃષાવાદપ્રત્યયથી થાય છે, અદત્તાદાનપ્રત્યયથી થાય છે, મૈથુનપ્રત્યયથી થાય છે, પરિગ્રહપ્રત્યયથી થાય છે, રાત્રિભોજનપ્રત્યયથી થાય છે. તેવી જ રીતે ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, મોહ, પ્રેમ, નિદાન, અભ્યાખ્યાન, કલહ, પૈશુન્ય, રતિ, અરતિ, ઉપધિ, નિકૃતિ વગેરે પ્રત્યયોથી પણ જ્ઞાનાવરણીય વેદના થાય છે. આ જ રીતે બાકીના સાત કર્મોના વિષયમાં સમજવું જોઈએ. ઋજુસૂત્રનયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના યોગપ્રત્યયથી પ્રકૃતિ અને પ્રદેશરૂપે તથા કષાયપ્રત્યયથી સ્થિતિ અને અનુભાગરૂપે થાય છે. આ રીતનું પ્રરૂપણ બાકીના સાત કર્મોના વિષયમાં પણ કરી લેવું જોઈએ. શબ્દ નયોની અપેક્ષાએ આ પ્રત્યયો. અવક્તવ્ય છે. ૧. સૂત્ર ૧ (પુસ્તક ૧૦)
૨. સૂત્ર ૨-૩. ૩. સૂત્ર ૧-૪ (વદનન વિભાષણતા) ૪. સૂત્ર ૧-૪ (વેદનનામવિધાન) ૫. સૂત્ર ૧-૨૧૩ (વેદનદ્રવ્યવિધાન) ૬. સૂત્ર ૧-૧૯ (પુસ્તક ૧૧) ૭. સૂત્ર ૧-૨૭૯ (વેદનકાલવિધાન) ૮. સૂત્ર ૧-૩૧૪ (પુસ્તક ૧૨) ૯. સૂત્ર ૧-૧૬ (વેદનપ્રત્યયવિધાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org