Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ત્રીજું પ્રકરણ
કર્મપ્રાભૂતની વ્યાખ્યાઓ
વીરસેનાચાર્યે રચેલી ધવલા ટીકા કર્મપ્રાભૂત(ષખંડાગમ)ની અત્યંત મહત્ત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યા છે. ધવલાની પહેલાં રચાયેલી કર્મપ્રાભૂતની ટીકાઓનો ઉલ્લેખ ઈન્દ્રનન્દિકૃત શ્રુતાવતારમાં મળે છે. એ ટીકાઓ અત્યારે મળતી નથી. એમનો કંઈક પરિચય આપ્યા પછી અત્યારે મળતી ધવલા ટીકાનો વિસ્તારથી પરિચય આપવામાં આવશે.
૧
કુકુન્દગૃત પરિકર્મ
ઉપર જણાવેલા શ્રુતાવતારમાં ઉલ્લેખ છે કે કર્મપ્રાભૂત અને કષાયપ્રાકૃતનું જ્ઞાન ગુરુપરંપરાથી કુકુન્દપુરના પદ્મનન્દિમુનિ ઉફે કુકુન્દાચાર્યને મળ્યું હતું. તેમણે કર્મપ્રાભૂતના છ ખંડોમાંથી પ્રથમ ત્રણ ખંડો ઉપર પરિકર્મ નામનો બાર હજાર શ્લોકપ્રમાણ એક ટીકાગ્રંથ લખ્યો હતો. ધવલામાં આ ગ્રન્થનો ઉલ્લેખ અનેક વાર થયો છે. આ ટીકાગ્રંથ પ્રાકૃતભાષામાં હતો.
શામકુણ્ડકૃત પદ્ધતિ
આચાર્ય શામકુંડકૃત પદ્ધતિ નામની ટીકા કર્મપ્રાકૃતના પ્રથમ પાંચ ખંડો પર હતી. કષાયપ્રાકૃત ઉપર પણ આ જ આચાર્યે આ જ નામવાળી ટીકા રચી હતી. આ બંને ટીકાઓનું પરિમાણ બાર હજાર શ્લોક હતું. એ બંનેની ભાષા પ્રાકૃતસંસ્કૃત-કન્નડમિશ્રિત હતી. આ બંને ટીકા પરિકર્મ પછી લાંબા સમય બાદ લખાઈ હતી. આ ટીકાઓનો કોઈ ઉલ્લેખ ધવલા આદિમાં મળતો નથી.
તુમ્બેલૂરકૃત ચૂડામણિ અને પંજિકા
તુમ્બુલૂરાચાર્યે પણ કર્મપ્રાકૃતના પ્રથમ પાંચ ખંડો અને કષાયપ્રાકૃત ઉપર એક ટીકા લખી હતી. કર્મપ્રાભૂતની આ બૃહત્કાય ટીકાનું નામ ચૂડામણિ હતું. ચૂડામણિ ચોરાસી હજાર શ્લોકપ્રમાણ હતી. એ કન્નડ ભાષામાં લખાઈ હતી. આના સિવાય આ આચાર્યે કર્મપ્રાભૂતના છઠ્ઠા ખંડ ઉપર પ્રાકૃતમાં પંજિકા નામની વ્યાખ્યા લખી
૧. ષટ્ખંડાગમ, પુસ્તક ૧, પ્રસ્તાવના, પૃ. ૪૬-૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org