Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ
૬૧ હતી, તેનું પરિમાણ સાત હજાર શ્લોક હતું. આ બે ટીકાઓનો પણ કોઈ ઉલ્લેખ ધવલામાં દેખાતો નથી. તુમ્બલુરાચાર્ય શામકુંડાચાર્ય પછી ઘણા સમય બાદ થયા હતા. સમન્તભદ્રકૃત ટીકા
સમન્તભદ્ર પણ કર્મપ્રાભૂતના પ્રથમ પાંચ ખંડો ઉપર અડતાલીસ હજાર શ્લોકપ્રમાણવાળી ટીકા લખી હતી. આ ટીકા અત્યંત સુન્દર અને મૃદુ સંસ્કૃત ભાષામાં હતી. સમન્તભદ્રસ્વામી તુમ્બલૂરાચાર્ય પછી થયા હતા. ઈન્દ્રનન્દિએ સમન્તભદ્રને ‘તાર્કિકાર્ક વિશેષણથી વિભૂષિત કર્યા છે. જો કે ધવલામાં સમન્તભદ્રકૃત આપ્તમીમાંસા વગેરેનાં અવતરણો આપવામાં આવ્યાં છે પરંતુ પ્રસ્તુત ટીકાનો તો ઉલ્લેખ પણ તેમાં
નથી.
બખદેવકૃત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
બપ્પદેવગુરુએ કર્મપ્રાભૃત અને કષાયમામૃત ઉપર ટીકાઓ લખી હતી. તેમણે કર્મપ્રાભૃતના પાંચ ખંડો ઉપર જે ટીકા રચી હતી તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ હતું. છઠ્ઠા ખંડ ઉપર એમની વ્યાખ્યા સંક્ષિપ્ત હતી. આ વ્યાખ્યા પંચાધિક અષ્ટસહસ્ર શ્લોકપ્રમાણ હતી. પાંચ ખંડો ઉપરની અને કષાયપ્રાભૂત ઉપરની એમ બે ટીકાઓનું સંયુક્ત પરિમાણ સાઠ હજાર શ્લોક હતું. આ બધી વ્યાખ્યાઓની ભાષા પ્રાકૃત હતી. કષાયપ્રાભૃતની જયધવલા ટીકામાં એક સ્થાને બuદેવના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બપ્પદેવ સમન્તભદ્ર પછીના આચાર્ય છે. ધવલાકાર વીરસેન
કર્મપ્રાભૂતની અત્યારે મળતી ટીકા ધવલાના કર્તાનું નામ વીરસેન છે. તે આર્યનદિના શિષ્ય અને ચન્દ્રસેનના પ્રશિષ્ય હતા, તેમના વિદ્યાગુર હતા એલાચાર્ય. વીરસેન સિદ્ધાન્ત, છન્દ, જ્યોતિષ, વ્યાકરણ અને પ્રમાણશાસ્ત્રમાં નિપુણ હતા અને ભટ્ટારક પદથી વિભૂષિત હતા. કષાયમામૃતની ટીકા જયધવલાનો પ્રારંભનો એકતૃતીયાંશ ભાગ પણ આ વીરસેને લખ્યો છે.
ઈન્દ્રનન્દિકૃત શ્રુતાવતારમાં દર્શાવવામાં આવ્યું છે કે બuદેવગુરુ દ્વારા સિદ્ધાન્તગ્રન્થોની ટીકાઓ રચાયા પછી કેટલાય કાળ પછી સિદ્ધાન્તતત્ત્વજ્ઞ એલાચાર્ય
૧. શું આ પંજિકા સત્કર્મપંજિકાથી જુદી છે?
– જુઓ પખંડાગમ, પુસ્તક ૧૫, પ્રસ્તાવના, પૃ. ૧૮ ૨. પખંડાગમ, પુસ્તક ૧૬ના અને ધવલાકારપ્રશસ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org