Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
દેવીઓ તેમ જ સૌધર્મ અને ઈશાન કલ્પવાસી દેવીઓ અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ નથી હોતાં પણ બાકીનાં બે પ્રકારનાં સમ્યગ્દર્શનથી યુક્ત હોય છે.૧
સંજ્ઞાની અપેક્ષાએ જીવો સંક્ષી કે અસંશી હોય છે, સંશી જીવો મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધી હોય છે. અસંશી જીવો એકેન્દ્રિયથી અસંજ્ઞીપંચેન્દ્રિય સુધી હોય છે.
આહારની અપેક્ષાએ જીવો આહારક કે અનાહારક હોય છે. આહારક જીવો એકેન્દ્રિયથી સયોગિકેવલી સુધી હોય છે. વિગ્રહગતિ કરતા જીવ, સમુદ્ધાત કરતા કેવલી, અયોગિકેવલી અને સિદ્ધો અનાહારક હોય છે.
(૨) દ્રવ્યપ્રમાણાનુગમ - સત્પ્રરૂપણાની જેમ જ દ્રવ્યપ્રમાણાનુગમમાં પણ બે પ્રકારે કથન છે ઃ ઓઘ અર્થાત્ સામાન્ય અપેક્ષાએ અને આદેશ અર્થાત્ વિશેષ અપેક્ષાએ. (વળ્વપમાળાનુમેળ તુવિદ્દો નિર્દેશો ધેન આવેસેળ ય ॥ ર્ ॥)
ઓઘની અપેક્ષાએ દ્રવ્યપ્રમાણની દૃષ્ટિએ પ્રથમ ગુણસ્થાનમાં રહેલા અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવો કેટલા છે ? અનન્ત છે.(ઓપેળ મિચ્છાટ્ટી બપમાળેળ વડિયા? અનંતા ।। રા)
કાલપ્રમાણની દૃષ્ટિએ મિથ્યાદષ્ટિ જીવો અનન્તાનન્ત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓથી અપહૃત થતા નથી. (અનંતાનંતાદિ ઓિિન-બિોદિ ન અહિતિ મનેખ || ૩ ||)
ક્ષેત્રપ્રમાણની દૃષ્ટિએ મિથ્યાદષ્ટિ જીવો અનન્તાનન્ત લોકપ્રમાણ છે. (દ્વૈત્તેન અનંતાળતા તોના | ૪ ||)
ઉપર્યુક્ત ત્રણે પ્રમાણોનું જ્ઞાન જ ભાવપ્રમાણ છે. (તિન્હેં પિ અધિશનો ભાવવમાળું ! હું )
સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનયી સંયતાસંયત ગુણસ્થાન સુધી (પ્રત્યેક ગુણસ્થાનમાં) દ્રવ્યપ્રમાણની દૃષ્ટિએ કેટલા જીવો છે ? પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે.૪
પ્રમત્તસંયત ગુણસ્થાનમાં દ્રવ્યપ્રમાણની દૃષ્ટિએ કેટલા જીવો છે ? કોટિપૃથક્ત્વપ્રમાણ છે.પ અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં દ્રવ્યપ્રમાણની દૃષ્ટિએ કેટલા જીવો છે ? સંધ્યેય છે.
૧. સૂ. ૧૬૮-૧૬૯ ૪.સૂત્ર ૬(પુસ્તક ૩)
Jain Education International
૨. ૧૭૨-૧૭૪
૫. સૂત્ર ૭
For Private & Personal Use Only
૩. સૂત્ર ૧૭૫-૧૭૭
૬. સૂત્ર ૮
www.jainelibrary.org