Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૭.
કર્મપ્રાભૃત શુક્લલેશ્યાવાળા જીવ સંજ્ઞી મિથ્યાષ્ટિથી સયોગિકેવલી સુધી હોય છે. એથી આગળ જીવો અલેશ્યાવાળા હોય છે.'
ભવ્યત્વની અપેક્ષાએ જીવો ભવ્યસિદ્ધિક અને અભિવ્યસિદ્ધિક હોય છે. ભવ્યસિદ્ધિક જીવો એકેન્દ્રિયથી અયોગિકેવલી સુધી હોય છે. અભવ્યસિદ્ધિક જીવો એકેન્દ્રિયથી સંજ્ઞી મિથ્યાદષ્ટિ સુધી હોય છે.
સમ્યક્તની અપેક્ષાએ જીવો સમ્યગ્દષ્ટિ, ક્ષાયિકસમ્યગ્દષ્ટિ, વેદકસમ્યગ્દષ્ટિ, ઉપશમસમ્યગ્દષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ, સમ્યુગ્મિથ્યાદષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. સમ્યગ્દષ્ટિ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી અયોગિકેવલી ગુણસ્થાન સુધી હોય છે. વેદકસમ્યગ્દષ્ટિ જીવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી અપ્રમત્તસંયત ગુણસ્થાન સુધી હોય છે. ઉપશમસમ્યગ્દષ્ટિ જીવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી ઉપશાન્તકષાયવીતરાગછમ0 ગુણસ્થાન સુધી હોય છે. સાસાદનસમ્યગ્દષ્ટિ જીવો કેવળ સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં જ હોય છે. સમ્યુગ્મિથ્યાદષ્ટિ જીવો એકમાત્ર સમ્યુગ્મિધ્યાદેષ્ટિ ગુણસ્થાનમાં જ હોય છે. મિથ્યાદષ્ટિ જીવો એકેન્દ્રિયથી સંજ્ઞી મિથ્યાદષ્ટિ સુધી હોય છે.
પ્રથમ પૃથ્વીના નારકી જીવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ. વેદકસમ્યગ્દષ્ટિ અને ઉપશમસમ્યગ્દષ્ટિ હોય છે. દ્વિતીય વગેરે પૃથ્વીના નારકી જીવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ નથી હોતા પણ વેદકસમ્યગ્દષ્ટિ અને ઉપશમસમ્યગ્દષ્ટિ હોય છે.
તિર્યંચ જીવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ, વેદકસમ્યગ્દષ્ટિ અને ઉપશમસમ્યગ્દષ્ટિ હોય છે તથા સંયતાસંયત ગુણસ્થાનમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ નથી હોતા પણ વેદકસમ્યગ્દષ્ટિ અને ઉપશમસમ્યગ્દષ્ટિ હોય છે. યોનિવાળા પંચેન્દ્રિય તિર્યંચ જીવો અસંતસમ્યગ્દષ્ટિ તથા સંયતાસંયત બંને ગુણસ્થાનોમાં સાયિકસમ્યગ્દષ્ટિ નથી હોતા પરંતુ બાકીના બે સમ્યગ્દર્શનોથી યુક્ત હોય છે.'
મનુષ્યો અસંતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત અને સંયત ગુણસ્થાનોમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ, વેદકસમ્યગ્દષ્ટિ અને ઉપશમસમ્યગ્દષ્ટિ હોય છે.
દેવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ, વેદકસમ્યગ્દષ્ટિ અને ઉપશમસમ્યગ્દષ્ટિ હોય છે. ભવનવાસી, વાનવ્યન્તર અને જ્યોતિષ્ક દેવો અને
૧. સૂત્ર ૧૩૬-૧૪૦ ૪. સૂત્ર ૧૫૭-૧૫૫
૨. સૂત્ર ૧૪૧-૧૪૩ ૫. સૂત્ર ૧૫૮-૧૬૧
૩. સૂત્ર ૧૪૪-૧૫૦ ૬. સૂત્ર ૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org