Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४०
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ નીચે છઠ્ઠા વર્ગની ઉપર અને સાતમા વર્ગની નીચે છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી અયોગિકેવલી સુધી પ્રત્યેક ગુણસ્થાનમાં સંખ્યય સ્ત્રીઓ હોય છે.'
દેવગતિના દેવોમાં મિથ્યાષ્ટિ દેવો અસંખ્યય છે તથા અસંખ્યયાસંધ્યેય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે. સાસાદનસમ્યગ્દષ્ટિ, સમ્મશ્મિધ્યાદષ્ટિ તથા અસંતસમ્યગ્દષ્ટિ દેવોનું વર્ણન સામાન્ય વર્ણન મુજબ છે. ભવનવાસી દેવોમાં મિથ્યાષ્ટિ અસંખ્યય હોય છે, ઈત્યાદિ.
ઈન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય જીવો અનન્ત છે, અને અનન્તાનન્ત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહૃત થતા નથી, તથા અનન્તાનન્ત લોકપ્રમાણ છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવો અસંખ્યય છે, અને અસંખેય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે, વગેરે. પંચેન્દ્રિય જીવોમાં મિથ્યાષ્ટિ અસંખ્યય છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી અયોગિકેવલી સુધીનું કથન સામાન્ય પ્રરૂપણા સમાન છે.*
કાયની અપેક્ષાએ પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, બાદર પૃથ્વીકાયિક, બાદર અપ્નાયિક, બાદર તેજસ્કાયિક, બાદર વાયુકાયિક, બાદર વનસ્પતિકાયિકપ્રત્યેકશરીર; અને આ પાંચના અપર્યાપ્ત; સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અષ્કાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક તથા આચારના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસંખ્યય લોકપ્રમાણ છે. બાદર પૃથ્વીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વનસ્પતિકાયિકપ્રત્યેયશરીરના પર્યાપ્તક જીવો અસંખ્યય છે, વગેરે. ત્રસકાયિક અને ત્રસકાયિકપર્યાપ્તક જીવોમાં મિથ્યાષ્ટિ અસંખેય છે, તથા અસંખેયાસંધ્યેય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ દ્વારા અપહૃત થાય છે, ઈત્યાદિ."
યોગની અપેક્ષાએ પંચમનોયોગી અને ત્રિવચનયોગી જીવોમાં મિથ્યાષ્ટિ જીવો કેટલા છે? દેવોના સંખ્યાતમા ભાગપ્રમાણ છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી સંયતાસંયત સુધીનું કથન સામાન્ય પ્રરૂપણા સમાન છે. પ્રમત્તસંયતથી સયોગકેવલી સુધી સંખ્યય છે. વચનયોગીઓ અને અસત્યમૃષાવચનયોગીઓમાં મિથ્યાષ્ટિ જીવો અસંખ્યય છે. સાસાદનસમ્યગ્દષ્ટિ ઈત્યાદિ સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. કાયયોગીઓ અને ઔદારિકકાયયોગીઓમાં મિથ્યાષ્ટિ જીવો સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે તથા સાસાઇનસમ્યગ્દષ્ટિ આદિ મનોયોગીઓના સમાન છે. ઔદારિકમિશ્નકાયયોગીઓમાં મિથ્યાષ્ટિઓ અને સાસાદનસમ્યગ્દષ્ટિઓ સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે તથા અસંયતસમ્યગ્દષ્ટિઓ અને સયોગિકેવલીઓ સંખ્યય છે. વૈક્રિમિકકાયયોગીઓમાં મિથ્યાષ્ટિ ૧. સૂત્ર ૪૮-૪૯ ૨. સૂત્ર પ૩-૭૩ ૩. સંદર્ભની દૃષ્ટિએ અહીં “સંઘેયાસંર' શબ્દ જોઈએ. ૪. સૂત્ર ૭૪-૮૬ ૫. સૂત્ર ૮૭-૧૦૨ ૬. સૂત્ર ૧૦૩-૧૦૫ ૭. સૂત્ર ૧૦૬-૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org