Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
બીજું પ્રકરણ
કર્મપ્રાભૃત શ્વેતામ્બર સંપ્રદાયમાં આચારાંગ વગેરે ગ્રંથો આગમ તરીકે માન્ય છે જ્યારે દિગમ્બર સંપ્રદાયમાં કર્મપ્રાભૃત અને કષાયપ્રાભૂતને આગમ તરીકે માન્યતા મળી છે. કર્મપ્રાભૃતને મહાકર્મપ્રકૃતિપ્રાભૃત, આગમસિદ્ધાન્ત, પખંડાગમ, પરમાગમ, ખંડસિદ્ધાન્ત, પખંડસિદ્ધાન્ત વગેરે નામોથી ઓળખવામાં આવે છે. કર્મવિષયક નિરૂપણના કારણે તેને કર્મપ્રાભૃત કે મહાકર્મપ્રકૃતિપ્રાભૃત કહેવામાં આવે છે. આગમિક અને સૈદ્ધાત્તિક ગ્રંથ હોવાના કારણે તેને આગમસિદ્ધાન્ત, પરમાગમ, ખંડસિદ્ધાન્ત વગેરે નામ આપવામાં આવ્યાં છે. એમાં છ ખંડ છે એટલે તેને પખંડાગમ કે પખંડસિદ્ધાન્ત કહેવામાં આવે છે. કર્મકાભૂતની આગમિક પરંપરા
કર્મપ્રાભૃત (ષખંડાગમ)'નું ઉદ્ભવસ્થાન દૃષ્ટિવાદ નામનું બારમું અંગ છે. આ બારમું અંગ અત્યારે લુપ્ત છે. તેના પાંચ વિભાગો હતા : પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. એમાંથી પૂર્વગતના ચૌદ ભેદો હતા. આ ચૌદ ભેદોને જ ચૌદપૂર્વ કહેવામાં આવે છે. એમાંથી અગ્રાયણીય નામના બીજા પૂર્વના આધારે કર્મપ્રાભૃત નામના પખંડાગમની રચના કરવામાં આવી છે.
અગ્રાયણીય પૂર્વના નીચે જણાવેલા ચૌદ અધિકાર છે : (૧) પૂર્વાન્ત, (૨) અપરાન્ત, (૩) ધ્રુવ, (૪) અધ્રુવ, (૫) ચયનલબ્ધિ, (૬) અર્થોપમ, (૭) પ્રણિધિકલ્પ, (૮) અર્થ, (૯) ભૌમ, (૧૦) વ્રતાદિક, (૧૧) સર્વાર્થ, (૧૨) કલ્પનિર્વાણ, (૧૩) અતીત સિદ્ધ-બદ્ધ, (૧૪) અનાગત સિદ્ધ-બદ્ધ. આમાં
૧. (અ) પ્રથમ પાંચ ખંડ ધવલા ટીકા તથા તેના હિંદી અનુવાદ સાથે સંપાદક : ડૉ. હીરાલાલ
જૈન; પ્રકાશક : શિતાબરાય લક્ષ્મીચંદ્ર, જૈન સાહિત્યોદ્ધારક ફંડ કાર્યાલય,
અમરાવતી, સન્ ૧૯૩૯-૧૯૫૮. (આ) છઠ્ઠો ખંડ (મહાબ%) હિંદી અનુવાદ સાથે – સંપાદક : પં. સુમેરુચન્દ્ર અને
ફૂલચન્દ્ર; પ્રકાશક : ભારતીય જ્ઞાનપીઠ, કાશી, સન્ ૧૯૪૭-૧૯૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org