Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મપ્રાભૂત
૩૧
(૧) સત્પ્રરૂપણા - સત્પ્રરૂપણામાં બે રીતે કથન હોય છે : ઓઘની અર્થાત્ સામાન્યની અપેક્ષાએ અને આદેશની અર્થાત્ વિશેષની અપેક્ષાએ.
ઓઘની અપેક્ષાએ મિથ્યાદૃષ્ટિ જીવો છે, સાસાદનસમ્યગ્દષ્ટિ જીવો છે, સમ્યક્ મિથ્યાદૃષ્ટિ જીવો છે, અસંયતમિથ્યાદૃષ્ટિ જીવો છે, સંયતાસંયત જીવો છે, પ્રમત્તસંયત જીવો છે, અપ્રમત્તસંયત જીવો છે, અપૂર્વકરણપ્રવિષ્ટશુદ્ધિસંયતોમાં ઉપશમક અને ક્ષપક જીવો છે, અનિવૃત્તિબાદર સામ્પરાયિકપ્રવિષ્ટશુદ્ધિસંયતોમાં ઉપશમક અને ક્ષપક જીવો છે, સૂક્ષ્મસામ્પરાયિકપ્રવિષ્ટશુદ્ધિસંયતોમાં ઉપશમક અને ક્ષપક જીવો છે, ઉપશાન્તકષાયવીતરાગછદ્મસ્થ જીવો છે, ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ જીવો છે, સયોગીકેવલી કે સયોગિકકેવલી જીવો છે, અયોગકેવલી કે અયોગિકેવલી જીવો છે, સિદ્ધ જીવો છે. (ઓથેળ અસ્થિ મિાદ્દી | ↑ || સાસળસમ્માડ્ડી || ૨૦ || સમ્મામિાદ્દી || ૬ || ઞસંનવમમ્માડ્વી ॥ ૨ ॥ સંનદ્રાસંગવા || ૨૩ || પમત્તસંનદ્રા || ૪ || અબમત્તસંગના || શ્ય अपुव्वकरणपविट्ठसुद्धिसंजदेसु अत्थि उवसमा खवा || १६ 1. अणियट्टिबादरसांपराइयपविट्ठसुद्धिसंजदेसु अत्थि उवसमा खवा ॥ १७ ॥ सुहुमसांपराइयपविट्ठसुद्धिसंजदेसु अत्थि उवसमा खवा ॥ १८ ॥ उवसंतकसायवीयरायछ्दुमत्था | १९ ॥ खीणकसायवीयरायछदुमत्था ॥ २० ॥ सजोगकेवली ॥ २१ ॥ अजोगकेवली ॥ ૨૨ || સિદ્ધા વેરિ || ૨૩ ||)
||
આદેશની અપેક્ષાએ ગત્યનુવાદથી નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધગતિ છે. (આસેળ નયિાળુવારેળ અસ્થિ પિરવારી તિવિવાદી मस्सगदी देवगदी सिद्धगदी चेदि ॥ २४ ॥ )
નારકી પ્રારંભના ચાર ગુણસ્થાનોમાં હોય છે. તિર્યંચો પ્રથમ પાંચ ગુણસ્થાનોમાં હોય છે. મનુષ્યો ચૌદ ગુણસ્થાનોમાં મળે છે. દેવો પ્રારંભના ચાર ગુણસ્થાનોમાં હોય છે.
એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો શુદ્ધ તિર્યંચો હોય છે. સંશી મિથ્યાદષ્ટિથી સંયતાસંયત સુધીના તિર્યંચો મિશ્ર હોય છે. મિથ્યાદૃષ્ટિથી સંયતાસંયત સુધીના મનુષ્યો મિશ્ર હોય છે. એનાથી આગળ શુદ્ધ મનુષ્ય હોય છે.
ઈન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીવો છે. એકેન્દ્રિય જીવો બે પ્રકારના હોય છે : બાદર અને સૂક્ષ્મ. બાદર બે પ્રકારના હોય છે ઃ
૧. સૂત્ર ૮
Jain Education International
૨.
સૂત્ર ૨૫-૨૮.
3.
For Private & Personal Use Only
સૂત્ર ૨૯-૩૨.
www.jainelibrary.org