Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૩૪
ઔદારિક કાયયોગ, વૈક્રિયિક કાયયોગ અને આહા૨ક કાયયોગ પર્યાપ્તકોને હોય છે. ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયિકમિશ્ર કાયયોગ અને આહા૨કમિશ્રકાયયોગ અપર્યાપ્તકોને હોય છે.૧
પ્રથમ પૃથ્વીના નારકી જીવો મિથ્યાર્દષ્ટિ અને અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે, પરંતુ સાસાદનસમ્યગ્દષ્ટિ અને સભ્યગ્મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે. દ્વિતીય પૃથ્વીથી સાતમી પૃથ્વીના નારકી જીવો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે, પરંતુ સાસાદનસમ્યગ્દષ્ટિ, સભ્યગ્મિથ્યાર્દષ્ટિ અને અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે.
તિર્યંચ જીવો મિથ્યાદષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે, પરંતુ સભ્યગ્મિથ્યાદષ્ટિ અને સંયતાસંયત ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે. યોનિવાળા પંચેન્દ્રિય તિર્યંચ જીવો મિથ્યાર્દષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે, પરંતુ સભ્યમિથ્યાર્દષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ અને સંયતાસંયત ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે.
મનુષ્યો મિથ્યાદષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે, પરંતુ સમ્મગ્મિથ્યાર્દષ્ટિ, સંયતાસંયત અને સંયત ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે. સ્ત્રીઓ મિથ્યાદષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે પરંતુ સભ્યમિથ્યાદષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ અને સંયતાસંયત' ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે.
દેવો મિથ્યાર્દષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે પરંતુ સભ્યમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે. ભવનવાસી, વાનવ્યન્તર અને જ્યોતિષ્ક દેવો તેમ જ દેવીઓ અને સૌધર્મ તથા ઈશાન કલ્પવાસી દેવીઓ આ બધાં મિથ્યાદષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે
૧. સૂત્ર ૭૬-૭૮ ૨. સૂત્ર ૭૯-૮૩ ૩. સૂત્ર ૮૪-૮૮ ૪. સૂત્ર ૮૯-૯૧ ૫. ખંડાગમ (પુસ્તક ૧, પૃ. ૩૩૨)ના હિંદી અનુવાદમાં સંયત ગુણસ્થાનનો પણ ઉલ્લેખ છે. ટિપ્પણીમાં લખ્યું છે : અન્ન ‘સંનવ' કૃતિ પાશેષ: પ્રતિમાતિ ।
૬. સૂત્ર ૯૨-૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org