Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મવાદ
૧૯ નથી પરંતુ તીવ્રતમ કામેચ્છાના રૂપે છે જેનું લક્ષ્ય સ્ત્રી અને પુરુષ બંને છે. તેની નિવૃત્તિ અર્થાત તુષ્ટિ ચિરકાલ અને ચિરપ્રયત્નસાધ્ય છે. આ રીતે મોહનીય કર્મની કુલ ૨૮ ઉત્તરપ્રકૃતિઓ થાય છે, ભેદો થાય છે : ૩ દર્શનમોહનીય + ૧૬ કષાયમોહનીય + ૯ નોકષાયમોહનીય.
આયુકર્મની ઉત્તરપ્રકૃતિઓ ચાર છે : (૧) દેવાયુ, (૨) મનુષ્યાયુ, (૩) તિર્યંચાયુ અને (૪) નરકાયુ. આયુ કર્મની વિવિધતાને કારણે જીવ દેવ વગેરે જાતિઓમાં રહીને પોતે કરેલાં અનેકવિધ કર્મોને ભોગવે છે તેમ જ નવાં કર્મોને બાંધે છે. આયુ કર્મના હોવાથી જીવ જીવે છે અને આયુ કર્મના નાશથી જીવ મરે છે. આ બે પ્રકારના હોય છે. અપવર્તનીય અને અનપવર્તનીય. બાહ્ય નિમિત્તોથી જે આયુ ટૂંકાય છે અર્થાત્ નિયત સમય પહેલાં પૂરું થઈ જાય છે તેને અપવર્તનીય આયુ કહે છે. એનું પ્રચલિત નામ અકાળમૃત્યુ છે. જે આયુને કોઈ પણ કારણથી ટૂંકાવી શકાતું નથી અર્થાત્ જે આયુ નિયત સમયે જ પૂરું થાય છે તે આયુને અનપવર્તનીય આયુ કહે
નામ કર્મની એક સો ત્રણ ઉત્તરપ્રકૃતિઓ છે. આ પ્રવૃતિઓ ચાર ભાગોમાં વહેંચાયેલી છે : પિંડપ્રકૃતિઓ, પ્રત્યેકપ્રકૃતિઓ, ત્રસદશક અને સ્થાવરદશક. આ પ્રવૃતિઓના કારણરૂપ કર્મોનાં પણ એ જ નામ છે જે નામ એ પ્રકૃતિઓનાં છે. પિંડપ્રકૃતિઓમાં પંચોતેર પ્રકૃતિઓનો સમાવેશ છે : (૧) ચાર ગતિઓ - દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય; (૨) પાંચ જાતિઓ - એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય (૩) પાંચ શરીર - દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ; (૪) ત્રણ ઉપાંગ - ઔદારિક, વૈક્રિય અને આહારક (તૈજસ અને કામણ શરીરને ઉપાંગ હોતાં નથી); (૫) પંદર બંધન - દારિકઔદારિક, ઔદારિકતેજસ, ઔદારિકકાર્મણ, ઔદારિકતૈજસકાર્મણ, વૈક્રિયવૈક્રિય, વૈક્રિયતૈજસ, વૈક્રિયકાશ્મણ, વૈક્રિયતૈજસકાર્પણ, આહારકઆહારક, આહારકતૈજસ, આહારકકર્મણ, આહારકર્તજસકાર્પણ, તૈજસતૈજસ, તૈજસકાર્પણ અને કાર્મણકાર્પણ; (૬) પાંચ સંઘાતન – દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ; (૭) છ સંહનન - વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારા, કીલક અને સેવાર્ત; (૮) છ સંસ્થાન – સમચતુરગ્ન, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હુંડ; (૯) શરીરના પાંચ વર્ણ - કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર અને સિત; (૧૦) બે ગબ્ધ - સુરભિગળ્યું અને દુરભિગન્ય; (૧૧) પાંચ રસ - તિક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org