Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મવાદ
૨૩
(૨) સત્તા - બદ્ધ કર્મપરમાણુઓ પોતાની નિર્જરા અર્થાત્ ક્ષય થાય ત્યાં સુધી આત્મા સાથે વળગેલા રહે છે. આ અવસ્થાને સત્તા કહે છે. આ અવસ્થામાં કર્મો પોતાનું ફળ આપ્યા વિના વિદ્યમાન પડ્યાં રહે છે.
(૩) ઉદય – કર્મની પોતાનું ફળ આપવાની અવસ્થાનું નામ ઉદય છે. ઉદયમાં આવનાર કર્મયુગલો પોતાની પ્રકૃતિ પ્રમાણે ફળ આપી નાશ પામે છે. કર્મયુગલોનો નાશ ક્ષય કે નિર્જરા કહેવાય છે.
(૪) ઉદીરણા - નિયત સમય પહેલાં કર્મનું ઉદયમાં આવવું ઉદીરણા કહેવાય છે. જૈન કર્મવાદ કર્મની એકાન્ત નિયતિમાં વિશ્વાસ રાખતો નથી. જેમ નિયત કાળ પહેલાં પ્રયત્નપૂર્વક કેરી વગેરે ફળો પકવવામાં આવે છે તેમ નિયત સમય પહેલાં પ્રયત્નપૂર્વક બદ્ધ કર્મોને ઉદયમાં લાવી તેમનું ફળ ભોગવી શકાય છે. સામાન્યતઃ જે કર્મનો ઉદય ચાલતો હોય તે કર્મના સજાતીય કર્મની જ ઉદીરણા સંભવે છે.
બન્ધન, સત્તા, ઉદય અને ઉદીરણામાં કેટલી કર્મપ્રકૃતિઓ (ઉત્તર કર્મપ્રકૃતિઓ) હોય છે એનો પણ જૈન કર્મશાસ્ત્રોમાં વિચાર કરવામાં આવ્યો છે. બન્થનમાં કર્મપ્રકૃતિઓની સંખ્યા એક સો વીસ, ઉદયમાં એક સો બાવીસ, ઉદીરણામાં પણ એક સો બાવીસ અને સત્તામાં એક સો અઠ્ઠાવન માનવામાં આવી છે. નીચે કોઇકમાં આ ચાર અવસ્થાઓમાં રહેનારી ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા આપવામાં આવી છે : બન્ધ
ઉદીરણા સત્તા ૧. જ્ઞાનાવરણીય ૫ ૨. દર્શનાવરણીય ૯ ૩. વેદનીય ૪. મોહનીય
૨૮ ૫. આયુ ૬. નામ ૭. ગોત્ર ૮. અન્તરાય ૫ ૧૨૦
૧૫૮ સત્તામાં બધી જ ઉત્તરપ્રકૃતિઓનું અસ્તિત્વ હોય છે, તેમની સંખ્યા એક સો અઠ્ઠાવન છે. ઉદયમાં માત્ર એકસો બાવીસ ઉત્તરપ્રવૃતિઓ હોય છે કારણ કે આ અવસ્થામાં પંદર બંધન અને પાંચ સંઘાતન એ વીસ નામ કર્મની ઉત્તરપ્રવૃતિઓ ૧. કર્મવિપાક (પં. સુખલાલજીકૃત હિન્દી અનુવાદ), પૃ. ૧૧૧.
કર્મ
ઉદય
૨૮
છે છે 5 છે જ રા
lennannas
Enna anna
૧૦૩
૧૨૨
રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org