Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
-
૨ ૨ ૧
- ૨ ૨
દ
કર્મવાદ
૨૧ ઉપભોગ જીવ ન કરી શકે એ ઉપભોગાન્તરાય કર્મનું ફળ છે. જે પદાર્થોનો ભોગ એક જ વાર થાય છે તે પદાર્થો ભોગ્ય છે અને જે પદાર્થોનો ભોગ વારંવાર થાય છે તે ઉપભોગ્ય પદાર્થો છે. અન્ન, જળ, ફળ વગેરે ભોગ્ય પદાર્થો છે. વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી વગેરે ઉપભોગ્ય પદાર્થો છે. જે કર્મના ઉદયના કારણે જીવ પોતાના વીર્ય અર્થાત્ સામર્થ્ય, શક્તિ, બળનો ઉપયોગ કરવા ઈચ્છતો હોવા છતાં ન કરી શકે તેને વીર્યાન્તરાય કર્મ કહે છે. આમ આઠ પ્રકારના મૂળ કર્મોના એટલે કે મૂળ કર્મપ્રકૃતિઓના કુલ એક સો અઠ્ઠાવન ભેદ થાય છે, તે નીચે મુજબ છે :
૧. જ્ઞાનાવરણીય કર્મ ૨. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ ૪. મોહનીય કર્મ ૫. આયુ કર્મ ૬. નામ કર્મ ૭. ગોત્ર કર્મ ૮. અન્તરાય કર્મ
કુલ ૧૫૮ કર્મોની સ્થિતિ
જૈન કર્મગ્રન્થોમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોની જુદી જુદી સ્થિતિઓ (ઉદયમાં રહેવાનો સમયગાળો) બતાવી છે, જે નીચે મુજબ છે : કર્મ અધિકતમ સમય
ન્યૂનતમ સમય ૧. જ્ઞાનાવરણીય ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત ૨. દર્શનાવરણીય ૩. વેદનીય
બાર મુહૂર્ત ૪. મોહનીય સિત્તેર કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત ૫. આયુ
તેત્રીસ સાગરોપમાં ૬. નામ
વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત ૭. ગોત્ર
વીસ કોટાકોટિ સાગરોપમ ૮. અન્તરાય ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત
સાગરોપમ આદિ સમયના વિવિધ ભેદોના સ્વરૂપના સ્પષ્ટીકરણ માટે અનુયોગદ્વાર વગેરે ગ્રંથો જોવા જોઈએ. એનાથી જૈનોની કાળ વિશેની માન્યતાનો પણ ખ્યાલ આવી શકશે.
નાત ડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org