Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કટુ, કષાય, આમ્સ અને મધુર; (૧૨) આઠ સ્પર્શ - ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ, (૧૩) ચાર આનુપૂર્વી – દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી, (૧૪) બે ગતિ - શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિ. પ્રત્યેક પ્રવૃતિઓમાં નીચે જણાવેલી આઠ પ્રકૃતિઓ સમાવેશ પામે છે : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ અને ઉપઘાત. ત્રસદશકમાં નીચેની પ્રકૃતિઓ છે: ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશકીર્તિ. સ્થાવરદશકમાં ત્રસદશકની ઊલટી દસ પ્રકૃતિઓ સમાવેશ પામે છે – સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશ-કીર્તિ. આમ નામ કર્મની ઉપર જણાવેલી એક સો ત્રણ (૭પ પિંડપ્રકૃતિઓ+૮ પ્રત્યેક પ્રકૃતિઓ+૧૦ ત્રાસદશક+૧૦ સ્થાવરદશક) ઉત્તરપ્રકૃતિઓ છે.' આ પ્રવૃતિઓના આધારે જીવોના શારીરિક વૈવિધ્યનું નિર્માણ થાય છે.
ગોત્ર કર્મની બે ઉત્તરપ્રકૃતિઓ છે : ઉચ્ચ અને નીચ. જે કર્મના ઉદયથી જીવ ઉત્તમ કુળમાં જન્મ લે છે તેને ઉચ્ચગોત્ર કર્મ કહે છે. જે કર્મના ઉદયને લીધે જીવને નીચ કુળમાં જન્મ લેવો પડે છે તેને નીચગોત્ર કર્મ કહે છે. ઉત્તમ કુળનો અર્થ છે સંસ્કારી અને સદાચારી કુળ. નીચ કુળનો અર્થ છે અસંસ્કારી અને આચારહીન કુળ.
અન્તરાય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે : દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય. જે કર્મના ઉદયના કારણે દાન કરવાનો ઉત્સાહ જાગતો નથી તે દાનાન્તરાય કર્મ છે. જે કર્મના ઉદયને કારણે ઉદાર દાતાની ઉપસ્થિતિમાં પણ દાનનો લાભ (પ્રાપ્તિ) ન થાય તે લાભાન્તરાય કર્મ છે. અથવા, યોગ્ય સામગ્રી હોવા છતાં પણ અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થવી એ લાભાન્તરાય કર્મનું કાર્ય છે. ભોગની સામગ્રી હાજર હોય અને ભોગ. કરવાની ઈચ્છા પણ હોય છતાં જે કર્મના ઉદયને લીધે જીવ ભોગ્ય પદાર્થોનો ભોગ કરી ન શકે તે ભોગાન્તરાય કર્મ છે. તેવી જ રીતે, ઉપભોગ્ય વસ્તુઓનો
૧. નામ કર્મ સંબંધી વિશેષ વિવેચન માટે જુઓ કર્મગ્રન્થ પ્રથમ ભાગ અર્થાત ક્રર્મવિપાક્ક (પં.
સુખલાલજી કૃત હિન્દી અનુવાદ સહિત), પૃ. ૨૮-૧૦૫; Outlines of Jaina Philosophy (M.L.Mehta), 4.982-984; Outlines of Karma in Jainism (M.L.Mehta), પૃ. ૧૦-૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org