________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण અન્ય પ્રકારે – અથવા, બે વર્ષની ઉંમરની ગજકુમારીના તે છ– પુચ્છવાળોને બમણાબમણા કરીને અર્થાત્ છન્ને બે વડે ગુણીને એકસો બાણ વાળોના પિંડ દ્વારા નાલિકા છિદ્ર કરવું. અર્થાત્, તે ૧૯૨ વાળોના પિંડની જેટલી જાડાઈ થાય તેટલું છિદ્ર કરવું. I/૧૩ ફરીથી અન્ય પ્રકારે છિદ્ર બતાવે છે અથવા પૂર્વની જેમ કહેવાતા ચાર પ્રમાણ સુવર્ણમાસા દ્વારા ચાર આંગળ પ્રમાણ સૂચી (સોય) કરવી તેટલા પ્રમાણ જાડાઈવાળી સોયથી નાલિકાની નીચે નાલિકા છિદ્ર કરવું, અર્થાત્ જેટલા પ્રમાણના છિદ્રમાં યથોકત પ્રમાણવાળી સૂચિ પ્રવેશે અને જરાય અંતરાલ ન રહે તેટલું છિદ્ર કરવું. તે ૧૪ ||
આ પ્રમાણે ત્રણ પ્રકારે નાલિકાનું છિદ્રપ્રમાણ જણાવ્યું. હવે, ધરિમપ્રમાણતુલાપ્રમાણ અને મેય પ્રમાણ જેનાથી મેય વસ્તુ મપાય તેનું વર્ણન કરતા મને સાંભળો. ત્યારપછી, અર્થાત્ પરિમપ્રમાણ અને મેયપ્રમાણ કહ્યા પછી ધરિમપ્રમાણ અને મેયપ્રમાણથી નાલિકામાં ભરવા યોગ્ય જે ઉદકપ્રમાણ પૂર્વાચાર્યોએ કહ્યું છે અને જેવું નાલિકાયોગ્ય ઉદક છે અર્થાતુ નાલિકામાં ભરવા માટે કેવા પ્રકારનું ઉદક લેવું તે હું કહીશ. / ૧પ ||
-: ધરિમપ્રમાણ:પ્રથમ ધરિમપ્રમાણ કહે છે
चत्तारि मधुरगतणप्फलाणि सो सेयसासवो एक्को । सोलस य सासवा पुण हवंति मासप्फलं एवं ॥ १६ ॥ दो चेव धन्नमासप्फलाणि गुंजाफलं हवइ एक्कं । गुंजाफलाणि दोनि उ रूप्पियमासो हवइ एक्को ॥ १७ ॥ सोलस रुप्पियमासा एक्को धरणो हवेज्ज संखित्तो । अड्डाइज्जा धरणा य सुवण्णो सो य पुण करिसो ॥ १८ ॥ करिसा चत्तारि पलं पलाणि पुण अद्धतेरस उ पत्थो ।
भारो य तुला वीसं एस विही होइ धरिमस्स ॥ १९ ॥ चत्वारि मधुरतृणफलानि-मधुरतृणतन्दुलाः, स मेयविषये सकलजगत्प्रसिद्ध एकः श्वेतसर्षपो भवति, षोडश च श्वेतसर्षपा एकं 'माषफल' धान्यमाषफलं, द्वे धान्यमाषफले