________________
ज्योतिष्करण्डकम्
पंचदश ऋतवो द्वितीये युगस्यार्द्धे भवन्ति, तद्यथा - षोडश ऋतुर्बहुलपक्षे प्रतिपदि सप्तदशस्तृतीयायामष्टादशः पंचम्यामेकोनविंशतितमः सप्तम्यां विंशतितमो नवम्यामेकविंशतितम एकादश्यां द्वाविंशतितमस्त्रयोदश्यां त्रयोविंशतितमः पंचदश्याम्, एते षोडशादयस्त्रयोविंशतिपर्यन्ता अष्टौ बहुलपक्षे, ततः शुक्लपक्षे द्वितीयायां चतुर्विंशतितमः पंचविंशतितमश्चतुर्थ्यां षड्विंशतितमः षष्ठ्यां सप्तविंशतितमोऽष्टम्यामष्टाविंशतितमो दशम्यामेकोनत्रिंशत्तमो द्वादश्यां त्रिंशत्तमश्चतुर्दश्यां एवमेते सर्वेऽपि ऋतवो युगे मासेष्वेकान्तरितेषु तिथिष्वपि चैकान्तरितासु भवन्ति ॥ २६९ ॥ साम्प्रतमेतेषु ऋतुषु चन्द्रनक्षत्रयोगं सूर्यनक्षत्रयोगं च प्रतिपिपादयिषुस्तद्विषयं करणमाह
२७२
ગાથાર્થ : વર્ષા, હિમ, ગ્રીષ્મકાળના પ્રત્યેક ચાતુર્માસોમાં ત્રીજા અને સાતમા પર્વમાં અતિરાત્રો કરાય છે. ॥ ૨૬૭ II
ટીકાર્થ : ચાર-ચાર માસના પ્રમાણવાળા વર્ષા, હિમ, ગ્રીષ્મકાળોમાં અલગ અલગ અધિક અહોરાત્રો કરાય છે તે આ રીતે - પહેલું અહોરાત્ર ત્રીજા પર્વમાં તથા બીજું સાતમા પર્વમાં કરાય છે. ભાવના આવી છે કે - સૂર્યઋતુની વિચારણામાં કર્મમાસની અપેક્ષાએ વર્ષાકાળમાં શ્રાવણની આદિમાં ત્રીજા પર્વના પસાર થતે છતે એક અધિક અહોરાત્ર, બીજો સાતમા પર્વમાં, હેમંતકાળે પણ એક ત્રીજા પર્વમાં અને બીજો સાતમા પર્વમાં તથા ગ્રીષ્મ કાળે પણ એક ત્રીજા પર્વમાં અને બીજો સાતમા પર્વમાં અધિક અહોરાત્ર થાય છે. ॥ ૨૬૭ ॥
પ્ર. પૂર્વે પર્વમાં અવમરાત્ર સહિત એમ કહ્યું હતું અને અત્યારે તમે અધિકરાત્ર સહિત એમ કહો છો એમાં શું કારણ છે ?
ઉ. ગાથાર્થ : ઋતુ સહિત તે અતિરિક્ત (અતિરાત્ર) અને યુગસહિત તે અવમરાત્ર હોય છે. તે રીતે સૂર્યસહિત અતિરાત્ર અને ચંદ્રસહિત અવમરાત્ર હોય છે. ॥ ૨૬૮ ॥
ટીકાર્થ : અહીં જો સૂર્યઋતુ સહિત પર્વની વિવક્ષા કરવામાં આવે તો વિવક્ષિત ત્રીજાદિ વર્ષાકાળાદિ સંબંધિ અધિકરાત્ર છે. સૂર્યઋતુ પરિસમાપ્તિની વિચારણામાં તે વિવક્ષિત ત્રીજાદિ પર્વમાં કર્મમાસની અપેક્ષાએ અધિક અહોરાત્ર થાય છે. તે આ રીતે -
કર્મમાસ ૩૦ દિવસે થાય છે. સૂર્યમાસ ૩૦ દિવસે થાય છે અને ઋતુ ૨ માસ પ્રમાણ
૨