________________
ज्योतिष्करण्डकम्
બાદ કરવો સમગ્ર બાદ કરીને સાંપ્રતકાળની જેમ અનાગતકાળનો પણ પ્રક્ષેપ કરવા દ્વારા જે જે ઈચ્છે તે સર્વ લાવવું. ॥ ૩૬૫-૬૭ ॥
૪૦૦
ટીકાર્થ : વર્ષો પસાર થતાં કોઈ પોતાનું જન્મ નક્ષત્ર પૂછે કે મારા જન્મ સમયે કયું નક્ષત્ર હતું એમ પૂછતે છતે જન્મેલા એવા તેના જેટલા વર્ષો પસાર થયા તે પર્વો અને તિથિઓ સ્થાપવી, અને સ્થાપીને પાંચ વર્ષ રૂપી સંખ્યાથી જ્યાં સુધી છેદ આવે ત્યાં સુધી છેદીને શેષ જે વર્ષો રહે તેના પર્વો કરો અને કરીને પૂર્વરાશિ અને વર્તમાન પર્વ રાશિ પૂર્વપુરુષ સંપ્રદાયથી ૮૪ સંખ્યાવાળો, તથા વર્તમાન તિથિરૂપ રાશિ ૮ આ રીતે વર્તમાન પૂર્વરાશિ અને તિથિરાશિ બાદ કરવો ત્યાં જે શેષ અંશો છે તેમાંથી વર્તમાનકાળની જેમ જે જે કાંઈ ઇચ્છે છે તે તે લાવે, અને જો આવેલું જાણવા માંગે તો તે ન આવતાં વર્તમાન પર્વરાશિ અને તિથિ રાશિને ઉમેરવી. ઉમેરાયેલી અધિક પર્વરાશિમાંથી યુગપર્વરાશિને બાદ કરીને શેષ પૂર્વેની જેમ કરવું. આ કરણગાથા અક્ષરાર્થ છે. ભાવના આ રીતે કરવી - કોઈને જન્મ્યાના ૯ વર્ષ ૩ માસ ૧ પક્ષ પ દિવસો થયા છે. આ જન્મનો કાળ છે અહીં કયું ચંદ્ર નક્ષત્ર કે સૂર્ય નક્ષત્ર છે ?
સ્થાપના
-
૯ વર્ષ, ૩ માસ, ૧ પક્ષ, ૫ દિવસ, પહેલા સર્વ ઉપ૨ ૯ વર્ષો ધારવા, તેની નીચે ૩ માસ તેની નીચે ૧ પક્ષ અને તેની નીચ પાંચમ મૂકવી. અહીં વર્ષરાશિનો ૫ સંજ્ઞાવાળા યુગથી ભાગ કરવો શેષ ૪ રહ્યા. તેના પર્વ કરવા ત્યાં વર્ષમાં ૨૪ પર્વો છે એટલે ૪ને ૨૪થી ગુણતાં ૯૬, ત્રણ માસમાં ૬ પર્વો તે પણ એમાં ઉમેરતાં ૧૦૨, ૪ વર્ષમાં ૧ અધિક માસ થયો તેના ૨ પર્વો તે પણ ઉમેરવા અને જે ૧ પર્વ છે તે પણ ઉમેરતાં કુલ પર્વ સંખ્યા ૧૦૫ થઈ. હવે વર્તમાન ૮૪ પર્વો બાદ કરવા એટલે ૨૧ પર્વ રહ્યા. પાંચથી ૮ શુદ્ધ થતા નથી માટે ૨૧માંથી ૧ રૂપ લઈને તેના ૧૫ ભાગ કરવા અને પમાં ઉમેરવા એટલે ૨૦ થયા એમાંથી ૮ બાદ કરતાં ૧૨ આવ્યા, અર્થાત્ યુગની આદિમાં ૨૦ પર્વો પસાર થયા પછી બારસના દિવસે ચંદ્રગત કે સૂર્યગત જે નક્ષત્ર છે તે તેનું જન્મ નક્ષત્ર છે આમ, આગમાનુસાર અન્યનું પણ જન્મનક્ષત્ર લાવવું. એ રીતે અનાગતકાળમાં પણ જન્મનક્ષત્ર લાવવું. ॥ ૩૬૫-૬૭ ॥
॥ શ્રીમન્મલયગિરિવિરચિત જ્યોતિષ્મદંડક ટીકામાં નષ્ટ પર્વપ્રતિપાદક વીસમું પ્રાભૂત સાનુવાદ સમાપ્ત થયું. II