________________
अधिकार अकवीसमो - पौरुषी परिमाण
४०७
ટીકાર્થ: આ રીતે પૌરુષીમાં વૃદ્ધિ-ક્ષય યથાક્રમ દક્ષિણાયન-ઉત્તરાયણમાં જાણવા. કરણ બતાવ્યું હવે ભાવના કરાય છે કોઈ પૂછે છે યુગમાં શરૂઆતથી લઈને ૮૫માં પર્વમાં પાંચમ તિથિએ પૌરુષી કેટલા પદ પ્રમાણ હોય છે ? ત્યાં ૮૪ ધારવા અને તેની નીચે પાંચમ તિથિએ પૂછાયું એટલે ૫ મૂકવા. ૮૪ને ૧૫થી ગુણતાં ૧૨૬૦ થયા તેમાં નીચેના ૫ ઉમેરતાં ૧૨૬૫ થયા તેનો ૧૮૬થી ભાગ કરતા ૬ આવ્યા અર્થાત ૬ અયનો પસાર થયા ૭મું ચાલે છે તેમાં શેષ ૧૪૯ છે તેને ૪થી ગુણતાં પ૯૬ થયા તેનો ૩૧થી ભાગ કરતા ૧૯ આવ્યા શેષ ૭ રહ્યા ત્યાં ૧૨ અંગુલ = ૧ પાદ થાય છે એટલે ૧૯ - ૧૨ કરતાં ૧ પાદ આવ્યું. શેષ ૭ અંગુલ રહ્યા અને છઠું અયન ઉત્તરાયણ છે તે ગયું સાતમું દક્ષિણાયન ચાલે છે. તેથી ૧ પદ ૭ આંગુલ ૨ પદ પ્રમાણ ધ્રુવરાશિમાં ઉમેરતાં ૩ પદ ૭ આંગળ થયા. અને જે ૩ ભાગો શેષ રહેલા છે તેના યવો કરીએ ત્યાં ૧ અંગુલ ૮ યવ થાય છે એટલે ૭ ને ૮થી ગુણતાં ! તેનો ૩૧થી ભાગ કરતાં ૧ યવ આવ્યો. ઉપર ૩ ભાગ રહ્યા અર્થાત્ – ૮૫મા પર્વમાં પાંચમના દિવસે ૩ પદ ૭ આંગળ અને ૧ યવ પ્રમાણ પૌરુષી થાય છે.
- હવે, બીજો કોઈ પૂછે છે કે સત્તાણમા પર્વમાં પાંચમના દિવસે પૌરુષી કેટલા પાદ હોય છે ? ૯૬ X ૧૫ કરતાં ૧૪૪૦ તેમાં પાંચમના પૂછાયું એટલે ૫ ઉમેરતાં ૧૪૪૫. તેનો ૧૮૬થી ભાગ કરતા ૭ અયનો આવ્યા શેષ ૧૪૩ રહ્યા તેને ૪ થી ગુણતાં પ૭૨ થયા તેનો ૩૧થી ભાગ કરતાં ૧૮ અંગુલ આવ્યા. તેમાંથી ૧૨ અંગુલનું ૧ પદ થાય છે એટલે ૧ પદ ૬ અંગુલ આવ્યા. ઉપર ૧૪ અંશો બચે છે તેને યવ લાવવા ૮થી ગુણતાં ૧૧૨ થયા તેનો ૩૧થી ભાગ કરતા ૩ યવો આવ્યા ઉપર જ બચ્યા. સાત અયનો થઈ ગયા અત્યારે આઠમું વર્તમાન છે તે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણમાં ૪૫દમાંથી હાનિ કહેવી એટલે ૧ પદ ૭ આંગળ ૩૬ યવો ૪ પદમાંથી બાદ કરતાં ૨ પદ ૪ આંગળ ૩૪ યવો રહે છે. આટલી યુગની આદિથી ૯૭મા પર્વમાં પાંચમના દિવસે પૌરુષી આવે છે. આમ, સર્વત્ર ભાવના કરવી. . ૩૭૪
હવે પૌરુષી પરિમાણ બતાવવા દ્વારા અયનગત પરિમાણ જણાવવા માટે કરણ બતાવે છે.