________________
४१०
ज्योतिष्करण्डकम्
ઉપસંહારઃ
ગાથાર્થ : આ કાલજ્ઞાન સમાન પૂર્વાચાર્યોએ શિષ્ય જન વિબોધનાર્થે સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી લાવેલો છે. | ૩૭૬ ||
ટીકાર્ય આ કાલ પરિજ્ઞાન વિષયક સંક્ષેપ સૂર્ય પ્રજ્ઞપ્તિમાંથી શિષ્યજનના અવબોધ માટે પૂર્વાચાર્યોએ ઉદ્ધરેલો છે. એનાથી સ્વમનીષિકાનો બુદાસ કરેલો જાણવો. તેનાથી પરંપરાએ સર્વજ્ઞમૂલક હોવાથી આ જ્યોતિષ્કરંડક અવશ્ય ઉપાદેય છે એમ સમજવું.
આ ટીકામાં અલ્પમતિ મારા દ્વારા જિનવચન વિરુદ્ધ જે પણ કાંઈ કહેવાયું હોય તે વિદ્વાન તત્ત્વજ્ઞો મારા પર પ્રસાદ કરીને શોધે. / ૧ / ગંભીર અર્થથી ભરેલા આ
જ્યોતિષ્કરંડકનું વિવરણ કરતા એવા મલયગિરિ દ્વારા જે પુણ્ય પ્રાપ્ત કરાયું તેનાથી લોક સિદ્ધિને પ્રાપ્ત કરે. / ૨ / | શ્રીમન્મલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડકટીકા સાનુવાદ સંપૂર્ણ થઈ II ગ્રંથાગ્ર ૫૦૦૦ ll
श्रीवीरनिर्वाणात् सहाष्टात्रिंशत्पञ्चविंशतिशततमे संवत्सरे चैत्रमासस्य कृष्णपक्षस्य दशम्यां तिथौ धाराँव-महाराष्ट्रराज्ये श्रीमत्यादलिप्तसूरिणा रचितस्य ज्योतिष्करण्डकग्रंथस्य श्रीमदाचार्य मलयगिरिणा कृताया वृत्त्या गुर्जरभाषायां सरलानुवाद एषः सागरगच्छे स्थितेन मुनिपदधारिणा सागराङ्कितेन पार्श्वरत्नेनाल्पमतिना मया स्व-परोपकारार्थे कृतश्चिरं नन्दतु यावच्चंद्र-दिवाकरौ प्रमादस्खलना यत्कापि अत्रोपलभ्यते तद्विद्वद्वर्याः शोधिमातन्वन्तु ॥
I સુપે પવ, શ્રી સંધી | છ II શ્રી વલ્લભીચાર્ય દ્વારા રચાયેલ જ્યોતિષ્કરંડક ગ્રંથની શ્રીમદાચાર્ય મલયગિરિ સૂરીશ્વરજી મહારાજ દ્વારા રચાયેલ ટીકાનો મારી મતિ અનુસાર મેં સરળ ગુજરાતી ભાષામાં વર્તમાન કાલિન અભ્યાસુઓના સુલભ બોધ માટે અનુવાદ કરવા શક્ય પ્રયાસ કર્યો છે તેમ છતાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ મતિદોષથી લખાઈ ગયું હોય તો ત્રિવિધત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્