________________
अधिकार वीसमो - प्रनष्ट पर्व
३९९
તેનો ૧૫થી ભાગ કરતાં જે આવે તે પર્વો અને જે અંશો આવે તે તિથિઓ જાણવી. ||૩૬૩-૪ ||
ટીકાર્થ : ઇચ્છિત કલારૂપ છેદને છેદીને જે શેષ પ્રાપ્ત થાય તે ૧૩૯૩થી ગુણવું અને ગુણીને ૧૮૩૦થી ભાગ કરવો અને ભાગ કરતે છતે જે શેષ રહે તે પ્રતિરાશિ ક૨વો, ત્યારબાદ મૂળરાશિને ૬૧થી ભાગતા જે પ્રાપ્ત થાય તે પ્રક્ષેપણીય રાશિઓ જાણવી. તે પ્રક્ષેપોમાં પ્રતિરાશિઓ ઉમેરતાં તેનો ૧૫થી ભાગ કરતાં જે આવે તે પર્વો જાણવા અને જે અંશો રહે તે તિથિઓ જાણવી. આ કરણગાથા અક્ષરાર્થ થયો. હવે ભાવના કરીએ ત્યાં જે પૂછાયું કે સૂર્ય ઉગતે છતે અભિજિતની ૧ કલા ચંદ્ર દ્વારા ભોગવાઈ હોય તો તે દિવસે કયું પર્વ હોય ? કે કઈ તિથિ હોય ? ત્યાં ૧ કલા ૧૩૯૩થી ગુણતાં ૧૩૯૩ થયા. તેનો ૧૮૩૦થી ભાગ થતો નથી એટલે શેષ કરણવિધિ કરવામાં આવે છે ત્યાં ૧૩૯૩ને પ્રતિરાશિ કરવો, મૂળ રાશિનો ૬૧થી ભાગ કરતાં ૨૨ આવ્યા. તે પ્રતિરાશિમાં ઉમેરતાં ૧૪૧૫ થયા તેનો ૧૫થી ભાગ કરતાં ૯૪ આવ્યા. શેષ ૫ વધ્યા, અર્થાત્ ૯૪મા પર્વમાં પાંચમના દિવસે સૂર્ય ઉદય સમયે અભિજિતની એક કળા ચંદ્ર દ્વારા ભોગવાયેલી થાય છે.
અથવા સૂર્ય ઉદય સમયે જ્યારે ઘનિષ્ઠાની ૧ કલા ચંદ્ર દ્વારા ભોગવાઈ હોય ત્યારે કયું પર્વ, કઈ તિથિ હોય ? ત્યાં અભિજિતની કલા ૨૧, શ્રવણની ૬૭ અને ઘનિષ્ઠાની ૧ કલા કુલ મળીને ૮૯ થઈ એમાંથી ઇચ્છિત ઘનિષ્ઠાની ૧ કળા બાદ કરતાં ૮૮. આ રાશિને ૧૩૯૩થી ગુણતાં ૧૨૩૯૭૭ થયા તેનો ૧૮૩૦થી ભાગ કરતાં જે આવ્યું તે છોડી દેવું ઉપર જે શેષ ૧૩૬૭ રહ્યા તેને પ્રતિરાશિ કરવો પછી આદિ રાશિનો ૬૧થી ભાગ કરતાં ૨૨ આવ્યા. તે પ્રતિરાશિમાં ઉમેરતા ૧૩૮૯ થયા તેનો ૧૫થી ભાગ કરતા ૯૨ આવ્યા, ૯ બાકી રહ્યા. અર્થાત્ ૯૨મા પર્વમાં નવમીના દિવસે સૂર્યોદય સમયે ચંદ્ર દ્વારા ઘનિષ્ઠા નક્ષત્રની ૧ કલા ભોગવાયેલી હોય છે એમ સર્વત્ર ભાવના કરવી. ॥ ૩૬૩-૪ ॥
પ્રનષ્ટ જન્મ નક્ષત્ર પરિજ્ઞાન માટે કરણ બતાવે છે
ગાથાર્થ : વર્ષો પસાર થતાં કોઈ પોતાનું જન્મ નક્ષત્ર પૂછે ત્યારે જન્મેલા તેના જેટલા વર્ષો પસાર થયા તે પર્વો તથા તિથિઓ ત્યાં સ્થાપવા, તેમાંથી વર્ષ સંખ્યા પાંચ વિષયા છેદીને શેષનાં પર્વો કરો તે પછી વર્તમાન પર્વરાશિ બાદ કરવો તથા તિથિરાશિ