________________
अधिकार अकवीसमो - पौरुषी परिमाण
४०३ ટીકાર્થ : યુગમાં જે પર્વમાં જે તિથિમાં પૌરુષી પરિમાણ જાણવાની ઇચ્છા છે તો પહેલાં યુગની આદિથી જેટલા પર્વો પસાર થયા તે ધારવા અને ધારીને ૧૫ ગુણા કરવા, ગુણીને એમાં વિવલિત તિથિઓ, પૂર્વે પસાર થયેલી તિથિઓ ઉમેરવી પછી ૧૮૬થી તેનો ભાગ કરવો. અહીં ૧ અયનમાં ૧૮૩ મંડળ પરિમાણ છે અને ચંદ્રથી થતી તિથિઓ ૧૮૬ છે એટલે તેનાથી ભાગ કરવો, ભાગ કરતા જે આવ્યું તે સમ્યગુ ધારણ કરવું. જો વિષમ અંક ૧, ૩, ૫ વગેરે આવે તો તેના છેડે રહેલું દક્ષિણાયન જાણવું અને જો સમ અંક આવે તો ઉત્તરાયણ જાણવું. ૩૬૮-૭૦ના
તે રીતે દક્ષિણાયન - ઉત્તરાયણ જાણવાનો ઉપાય કહ્યો. હવે, ૧૮૬થી ભાગ કરતાં જે શેષ રહે અથવા ભાગ ન સંભવતાં જે શેષ રહે તે માટેનો વિધિ બતાવે છે
જે પૂર્વે ભાગ કરતાં ભાગ થતો ન હોવાથી શેષ રહેલો અયનગત રાશિ છે તે ૪થી ગુણવો અને ગુણીને પર્વોના ચોથા ભાગ ૩૧થી ભાગ કરતાં જે આવ્યું તેને અંગુલ અને અંગુલાશો પૌરુષીના ક્ષય-વૃદ્ધિના જાણવા, દક્ષિણાયનમાં પદની ધ્રુવરાશિના ઉપર વૃદ્ધિમાં જાણવા, ઉત્તરાયણમાં પધ્ધવરાશિનો ક્ષય જાણવો. આવા ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થાય છે?
જો ૧૮૬ તિથિઓથી ૨૪ આંગળો ક્ષય અથવા વૃદ્ધિમાં પ્રાપ્ત થાય છે તો ૧ તિથિમાં વૃદ્ધિ કે ક્ષય શું હોય ? ૧૮૬ - ૨૪ -૧, અંત્ય ૪ મધ્યરાશિ = ૨૪ તેનો ૧૮થી ભાગ કરતાં ભાગ થતો નથી માટે છેઘ-છેદક રાશિનો ૬થી છેદ ઉડાડતાં ઉપરનો રાશિ ૪ અને નીચેનો રાશિ ૩૧ આવે છે. અર્થાત્ એક તિથિમાં ! ભાગો ક્ષય કે વૃદ્ધિમાં આવે છે એટલે કે ૪ ગુણાકાર અને ૩૧ ભાગાકાર કહ્યો છે. અહીં જે આવ્યું તે અંગુલો ક્ષય કે વૃદ્ધિમાં હોય એમ કહ્યું ત્યાં કયા અયનમાં કેટલી રાશિના ઉપર વૃદ્ધિ અથવા કયા અયનમાં કેટલી રાશિનો ક્ષય થાય છે ? ને ૩૬૮-૭૦ ||
ગાથાર્થ ઃ દક્ષિણાયનવૃદ્ધિ ૨ પાદ ઉપર આંગળોની થતી જાણવી, ઉત્તરાયણમાં ૪ પાદમાંથી અંગુલોની હાનિ કરવી. H૩૭૧ી.
ટીકાર્થ : દક્ષિણાયનમાં બે પાદ ઉપર આંગળોની વૃદ્ધિ જાણવી અને ઉત્તરાયણમાં ૪ પાદથી આંગળોની હાનિ જાણવી. / ૩૭૧ |