________________
३३८
ज्योतिष्करण्डकम्
૬૧
प्रतिदिवसं दिवसस्य वृद्धिः, यदिवा प्रतिदिवसमेतावती दक्षिणायने दिवसस्य हानिः, तथा यदि त्र्यशीत्यधिकेन शतेन षण्मुहूर्ता रात्रौ वृद्धौ प्राप्तास्तत एकस्मिन् दिने का रात्रेवृद्धिः, अत्रापि पूर्ववद् राशित्रयस्थापना गुणनं भागहारविधिश्च, ततो लब्धौ द्वौ मुहूर्तेकषष्टिभागौ, एतावती दक्षिणायने प्रतिदिवसं रजन्या वृद्धिः यदिवा एतावती उत्तरायणे प्रतिदिवसं रजन्याः हानिः ।। ३०७ ॥ सम्प्रति सूर्यमासपर्यन्ते कियती वृद्धि निर्वा ? इति निरूपयति
ગાથાર્થ : દક્ષિણ અયનમાં છ મુહૂર્તોની વૃદ્ધિ રાત્રિમાં આવે છે અને ઉત્તરાયણમાં છ મુહૂર્તોની વૃદ્ધિ દિવસમાં આવે છે. આ રીતે અહોરાત્ર ત્રીસ મુહૂર્તનો થાય છે તે જાણવો. // ૩૦૬ /
દક્ષિણાયનમાં છ મુહૂર્તો રાત્રિમાં આવે છે તે આ રીતે - સભ્યતરમંડળથી બહાર નીકળવામાં દક્ષિણ અયન અને સર્વાત્યંતર મંડળમાં સૂર્ય હોતે છતે સર્વોત્કૃષ્ટ દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ થાય છે. અને રાત્રિ સર્વજઘન્યા બાર મુહૂર્ત પ્રમાણ થાય છે તેથી તે બંને વચ્ચેના બીજા વગેરે મંડળોમાં પ્રતિદિવસ : મુહૂર્તની વૃદ્ધિથી રાત્રિ વધે છે અને તે મુહૂર્તની હાનિથી દિવસ ઘટે છે તેથી એ પ્રમાણે દક્ષિણાયનમાં અનુક્રમે દિવસમાંથી નીકળીને છ મુહૂર્તો રાત્રિમાં આવે છે તથા ઉત્તરાયણમાં છ મુહૂર્તો રાત્રિમાંથી નીકળીને દિવસમાં આવે છે કારણ કે, સર્વ બાહ્યમંડળમાંથી અત્યંતર પ્રવેશમાં ઉત્તરાયણ આવે છે. સર્વ બાહ્યમંડળમાં રાત્રિ ૧૮ મુહૂર્ત પ્રમાણ છે તે મંડળમાં દિવસ ૧૨ મુહૂર્ત પ્રમાણ છે તેથી અત્યંતર પ્રવેશમાં બીજા વગેરે મંડળોમાં અનુક્રમે પ્રતિદિવસ મુહૂર્તની હાનિથી ઘટે છે તે છેક ૧૨ મુહૂર્તની રાત્રિ આવે ત્યાં સુધી ઘટતો જાય છે. આ રીતે ઉત્તરાયણમાં છ મુહૂર્તો અનુક્રમે રાત્રિમાંથી નીકળીને દિવસમાં જાય છે.
કારણ કે પ્રતિદિવસ મુહૂર્ત દિવસમાંથી નીકળીને રાત્રિમાં આવે છે અથવા રાત્રિમાંથી નીકળીને દિવસમાં આવે છે. આ રીતે સંપૂર્ણ અહોરાત્ર ૩૦ મુહૂર્તનો થાય છે. તે આ રીતે – સર્વાત્યંતરમંડળમાં દિવસ ૧૮ મુહૂર્તનો અને રાત્રિ ૧૨ મુહૂર્તની છે કુલ ૧૮ + ૧ = ૩૦ મુહૂર્ત તથા સર્વાત્યંતરથી બીજા મંડળમાં દિવસ ૧૭ મુહૂર્ત અને રાત્રિ ૧૨ મુહૂર્ત પ્રમાણ છે. આ રીતે સર્વ બાહ્યમંડળ સુધી ૧૨ મુહૂર્ત દિવસ +