________________
अधिकार अढारमो - दिवसनी हानि-वृद्धि
३४३ ત્યાર બાદ આવેલ રાશીને ૧૮૩ થી ભાગ કરતાં જે વધ્યું તેને સારી રીતે ધારી રાખવું. હવે ધારેલી રકમ બમણી કરવી અને એનો ૬૧ થી ભાગ કરતે છતે જે ભાગ આવ્યો તે દક્ષિણાયનમાં દિવસમાંથી બાદ કરવો અને રાત્રિમાં ઉમેરવો. તે જ ભાગને ઉત્તરાયણમાં રાત્રિમાંથી બાદ કરવો અને દિવસમાં ઉમેરવો, તેથી આ રીતે ઈચ્છિત દિવસે યથોતિ દિવસ-રાત્રિનું પરિમાણ જાણવું / કરણગાથા | ભાવના - યુગની શરૂઆતમાં ૦૮ પર્વ પસાર થતાં ત્રીજના દિવસે પૂછાય કે – આજે દિવસ કેટલા મુહૂર્ત પ્રમાણેનો છે અથવા રાત્રિ કેટલા મુહૂર્ત પ્રમાણની છે ? ત્યાં પર્વસંખ્યા ૮ તેને ૧૫ થી ગુણવા એટલે ૧૨૦ થયા ઉપર ત્રીજનું પૂછાયું એટલે ૩ ઉમેરવા ૧૨૩ થયા તેમાંથી ૮ પર્વ સંબંધિ ૧ અવમરાત્રિ આવે છે તે બાદ કરતાં ૧૨ર આવ્યા તેનો ૧૮૩ થી ભાગ કરવો પણ અલ્પ હોવાથી ભાગ નહિ થાય એટલે તેને ર થી ગુણતાં ૨૪૪ થયા તેનો ૬૧ થી ભાગ કરતાં ૪ આવ્યા, અને ત્યારે દક્ષિણાયન પ્રવર્તે છે એટલે ૪ મુહૂર્તોને સર્વાવ્યંતર મંડળ ગત દિવસ પ્રમાણરૂપ ૧૮ મુહૂર્તોમાંથી બાદ કરી મંડલગતા રાત્રિપ્રમાણ રૂપ ૧૨ મુહૂર્તમાં ઉમેરવા તેથી આવ્યું કે – ત્યારે ૧૪ મુહૂર્ત પ્રમાણ દિવસ અને ૧૬ મુહૂર્ત પ્રમાણ રાત્રિ છે.
યુગની આદિમાં ૧૬ પર્વ પસાર થયા પછી છઠ્ઠના કોઈ પૂછે આજે દિવસનું અને રાત્રિનું પ્રમાણ શું છે ?
૧૬ પર્વને ૧૫ ગુણા કરવા એટલે ૨૪૦ આવ્યા તેમાં છઠ્ઠના દિવસે પૂછાયું હોઈ ૬ ઉમેરવા એટલે ૨૪૬ થયા એમાંથી ૧૬ પર્વ સંબંધિ ૨ અવમરાત્રો થાય છે તે બાદ કરતાં ૨૪૪ થયા તેનો ૧૮૩ થી ભાગ કરતાં ૧ આવ્યો તેમજ ઉપર ૬૧ શેષ રહ્યા તેને ૨ થી ગુણતાં ૧રર થયા તેનો ૬૧ થી ભાગ કરતાં ૨ મુહૂર્ત આવ્યા. અને ત્યારે દક્ષિણાયન પસાર થઈ ગયું અને ઉત્તરાયણ ચાલે છે તેથી સર્વ બાહ્ય મંડલ ગત રાત્રિ પરિમાણ રૂપ ૧૮ મુહૂર્તમાંથી ર મુહૂર્તે બાદ કરી સર્વબાહ્ય મંડળગત દિવસ પ્રમાણ રૂપ ૧૨ મુહૂર્તમાં ઉમેરવા તેથી. ચૌદ મુહૂર્ત પ્રમાણ દિવસ અને ૧૬ મુહૂર્ત પ્રમાણ રાત્રિ આવે છે. આમ, સર્વત્ર ભાવના કરવી. || ૩૧૧-૧૩ /
શ્રીમન્મલયગિરિ વિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં દિવસવૃદ્ધિ-અપવૃદ્ધિ પ્રતિપાદક અઢારમું પર્વ સાનુવાદ સમાપ્ત થયું !
0
0
C