________________
३९४
ज्योतिष्करण्डकम्
91
9 થયા. અર્થાત્ ચરમ અહોરાત્રમાં ૮ મુહૂર્ત પસાર કરીને ત્રીજું પર્વ સમાપ્ત થયું.
ચોથા પર્વ માટે ૪ ધારવા તે કૃતયુગ્મ હોવાથી કાંઈપણ ઉમેરવાનું રહેતું નથી એટલે તેનો ૧૨૪થી ભાગ કરવો તે થતો નથી એટલે તેના અડધા કરતાં ર આવ્યા તેને ૩૦થી ગુણતાં ૬૦ આવ્યા, તેનો દરથી ભાગ થતો નથી એટલે છેઘ-છેદકને 5 થી છેદતાં આવ્યા. અર્થાત્ ચોથું પર્વ ચરમ અહોરાત્રમાં મુહૂર્ત પસાર થયા પછી પૂર્ણ થાય છે.
હવે, મૂળ ટીકામાં બતાવેલ ઉદાહરણ બતાવીએ છીએ - ૮૩મું પર્વ ચરમ અહોરાત્રમાં કેટલા મુહૂર્ત પસાર થતાં પૂર્ણ થાય છે એ જાણવા ૮૩ ધારવા તેનો ૪થી ભાગ કરતાં ૩ શેષ રહે છે એટલે તેત્રોજ રાશિ છે તેથી ૩૧ ઉમેરતાં ૧૧૪ થયા એનો ૧૨૪થી ભાગ થતો નથી માટે અડધા કરતાં ૫૭ આવ્યા. તેને ૩૦થી ગુણતા ૧૭૧૦ આવ્યા તેનો દરથી ભાગ કરતા ૨૭ થયા. શેષ ૩૬ રહ્યા. છેઘ-છેદકનો થી છેદ કરતા આવ્યા. અર્થાત્ ૮૩મું પર્વ ચરમ અહોરાત્રમાં ૨૭ મુહૂર્ત ભાગ પસાર કરીને પૂર્ણ થયું.
૧૨૪મું પર્વ જાણવા ૧૨૪ ધારવા તેનો ૪થી ભાગ કરતાં કાંઈપણ શેષ બચતું નથી, એટલે આ રાશિ કૃતયુગ્મ છે કાંઈપણ ઉમેરવાનું રહેતું નથી ત્યારબાદ ૧૨૪થી ભાગ કરતાં રાશિ નિર્લેપ થયો. અર્થાત્ પરિપૂર્ણ ચરમ દિવસને ભોગવીને ૧૨૪મું પર્વ સમાપ્ત થયું. // ૩૫૯ /
હવે, પ્રસ્તુત પ્રાભૃતનો ઉપસંહાર કહે છેગાથાર્થ : અમાવસ્યા પૂર્ણિમા આ રીતે વિવિધ પ્રકારે મેં જણાવી છે.
ટીકાર્થ : આ રીતે અમાવસ્યા અને પૂર્ણિમા વિવિધ પ્રકારે - ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાનપૂર્વક, સૂર્યનક્ષત્ર પરિજ્ઞાનપૂર્વક અને ચરમ દિવસ મુહૂર્ત - મુહૂર્ત ભાગ પરિજ્ઞાનપૂર્વક મારા દ્વારા કહેવાઈ છે. | શ્રીમન્મલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં અમાવસ્યા-પૂર્ણિમા પ્રતિપાદક
ઓગણીશમું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત થયું..